ભરૂચ :
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વિવિધ ઉત્પાદક અને સેવાકીય એકમોમાં ટ્રેડ વ્યવસાયનો જિલ્લા ભરતી મેળો આજ રોજ ભરૂચ આઈ. ટી.આઈ.વડદલા ખાતે યોજાયો હતો.
ગુજરાત રાજ્યમાં તારીખ ૧/૪/૧૮ થી ૧૫/૪/૧૮ સુધી એપ્રેન્ટીસ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લાના એપ્રેન્ટીસશીપ માટે ભરૂચ જિલ્લા માં ૨૦૦૦ થી વધું જગ્યાઓ ભરવા માટે આઈ.ટી.આઈ અંકલેશ્વર,ભરૂચ, વાલિયા, ઝઘડિયા,અને વાગરા ખાતે ભરતી મેળા યોજવામાં આવનાર છે.ભરૂચમાં આવેલ વડદલા ગામ ખાતે આવેલ આઈ.ટી.આઈમાં તારીખ ૪ અને ૫ એમ બે દિવસ એપ્રેન્ટીસશીપ બધાજ ટ્રેડ માટે ભરતી રાખવામાં આવી છે.જેમાં આજ રોજ 52 ઇન્ડસ્ટ્રીઝમાં જેવી કે ભરૂચ,વાગરા,જંબુસરમાં ૭૦૦ થી વધારે એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ હોઈ આજ રોજ કુલ ૧૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓએ ઉપસ્થિત રહી હજાર ધોરણ ૧૦ અને ૧૨ પાસ,અને આઈ.ટી.આઈ પાસ લોકના સ્થળ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં અને જે લોકો પસંદગી પામ્યા હતા તેમને કંપની પર બોલાવવામાં આવ્યા હતાં. અને આવતી કાલે પણ ભરૂચમાં યોજાનાર ભરતી મેળામાં ભાગ લેવા ભરૂચ આઈ.ટી.આઈ ના આચાર્ય જે.એ.મહેતાએ જણાવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"