વિદેશી દારૂના જંગી જથ્થા સાથે રૂ.૩૦ લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ

0
52

રાજકોટ,તા.૧૨
રાજકોટ નજીક આવેલા ખેરવા અને ઘિયાવડની સીમની વાડીઓમાં પોલીસે દરોડા પાડી ઓરડીમાં છૂપાવેલ વિદેશી દારૂના જંગી જથ્થા સાથે આશરે રૂ.૩૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ નજીક આવેલ ખેરવા ગામની અને ઘિયાવડ ગામની વાડીની ઓરડીઓમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવાયો હોવાની મળેલ બાતમીના આધારે પોલીસે ઉપરોકત બંને સ્થળોએ દરોડા પાડતા દારૂના ધંધાર્થીઓએ ભારે નાસભાગ કરી મૂકી હતી.
પોલીસે બંને સ્થળોએથી વિદેશી દારૂની બોટલો ભરેલા બોકસ કબજે કરી બૂટલેગર મહેશ કોળીને ઝડપી લીધો હતો. પરંતુ વિદેશી દારૂની હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધાર મોન્ટુ ઝાલા પોલીસને થાપ આપી નાસી છૂટ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક સ્કોર્પિયો ગાડી અને બે બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY