પંતજલી યોગપીઠ હરિદ્રાર દ્વારા આયોજિત ગુજરાત ની રાજ્ય કક્ષા ની યોગ સ્પર્ધાનું ગુજરાત ના રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે કરવામાંઆવ્યું હતું.જે સ્પર્ધામાં આખા ગુજરાતમાંથી કુલ ૪૦ યોગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જે પૈકી ભરૂચ શહેરમાં આવેલ એલીડ હાઈસ્કૂલના જીલ્લા કક્ષાએ વિજેતા થયેલ ચાર વિદ્યાર્થીઓ (૧) દીવાન ફરહાન (૨) દેવાંગ વસાવા (૩) ડિમ્પલ વસાવા અને (૪) રિદ્ધિ સોલંકીએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં રાજ્ય કક્ષાએ દીવાન ફરહાને બીજા નંબર પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે.આ તબક્કે વિજેતા વિદ્યાર્થીઓને પંતજલી યોગપીઠના રાજ્ય પ્રભારી લક્ષ્મણ પટેલે પ્રમાણપત્ર અને ઈનામો આપી સન્માનિત કર્યા હતાં.આ સ્પર્ધામાં સાથે ગયેલ અન્ય વિદ્યાર્થીઓ પણ સારો યોગ અભ્યાસ કરતાં તેમને પણ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.સાથે બાળકોએ યોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપનાર યોગ ગુરુ પ્રકાશ પટેલનો પણ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"