બક્સર,તા.૨૨
બિહારના કૈમૂરમાં પૂર્વ આરજેડી ધારાસબ્ય રામચંદ્ર યાદવ પણ ઉપેન્દ્ર કુશવાહાનું સમર્થન કરતા નજરે ચડ્યાં. પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાની સામે જ હથિયાર ઉઠાવી લીધુ. રામચંદ્રે કહ્યું કે લોકશાહી બચાવવા માટે અમે ગોળી ચલાવવા માટે પણ તૈયાર છીએ. મહાગઠબંધનના નેતા આદેશ આપે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
આ બાજુ કૈમૂરના એસપીનું કહેવું છે કે આ મામલે રામચંદ્ર યાદવની ધરપકડ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે કૈમૂર એક નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. રામચંદ્ર અગાઉ પણ મહાગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડી ચુકવ્યાછે. આવામાં મોટો સવાલ એ છે કે જા નેતા જ હથિયાર ઉઠાવી લે તો અપરાધીઓને કેવી રીતે રોકવા. આ સાથે જ નેતાઓના ફોલોઅર્સ પણ હોય છે અને તેઓ આવી હરકતોથી પ્રભાવિત થઈ શકે છે.
ભાજપના પ્રવક્તા સંજય ટાઈગરનું કહેવું છે કે સંભવિત હારને લઈને આ હતાશા અને નિરાશા સ્પષ્ટપણે જાવા મળી રહી છે. આ હરકત સંપૂર્ણ રીતે બેજવાબદારીવાળી હરકત છે અને લોકતંત્રમાં જનાદેશનો આદર થવો જાઈએ. જા કોઈ હિંસાનો આશરો લેશે તો સરકાર કડકાઈથી કાર્યવાહી કરશે. બિહારની જનતા અને એનડીએ ડરશે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




