APMC માર્કેટે ૧.૭૫ કરોડના બાકી વેરા પૈકી ૪૫ લાખની રકમ મનપામાં જમા કરાવી દીધી

0
101

શહેરની એપીએમસી માર્કેટ દ્વારા છેલ્લા ૮ વર્ષથી મનપાના વેરાબીલમાં ઉમેરાઈને આવતા યુઝર ચાર્જ ભરવામાં આવ્યા નથી. લીંબાયત ઝોનમાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વર્ષ ૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦માં સંપૂર્ણ વેરાબીલ ભરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ ૨૦૧૦-૧૧થી યુઝર ચાર્જ બાદ કરીને વેરાબીલ ભરવામાં આવી રહ્યું હોવાના વિવાદ થતા, લીંબાયત ઝોન દ્વારા વેરા વસુલાત બાબતે એપીએમસીના કચરાના કન્ટેનરો ન ઉચકવાની ચીમકી સાથે કડકાઈ દાખવવામાં આવી છે. ભાજપના જ કર્તાહર્તા ધરાવતી એપીએમસી માર્કેટ સામે દબાણ ઉભું થતા, ૧.૭૫ કરોડના ૮ વર્ષના બાકીવેરા પૈકી આજે ૪૫ લાખ જમા કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે એપીએમસી દ્વારા મિલ્કતવેરો ભરવામાં આવતો હતો પરંતુ પાણી, ગટર, સફાઈ સહિતનો વેરો ભરવાને બદલે, અમે મનપાની આ સેવા નથી વાપરતા કહીને દાદાગીરી કરી આ ચાર્જ ભરવામાં આવતો ન હતો. ૮-૮ વર્ષ સુધી મનપામાં ભાજપ શાસકો અને એપીએમસીમાં પણ ભાજપ શાસકો હોવાથી તંત્ર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવાને બદલે કર્તાહર્તાઓને છાવરવામાં આવી રહ્યા હતા. એપીએમસીના બાકીવેરાનો મામલો ઉછળતા, ઝોન દ્વારા પણ કડકાઈ દાખવીને માર્કેટમાંથી રોજ ઉચકવામાં આવતા કચરાના કન્ટેનરો નહિ ઉચકવાની ચીમકી આપવામાં આવતા,હાલ ૪૫ લાખનો ચેક મનપામાં જમા કરાવવામાં આવ્યો છે. આ સાથે જ બાકીની રકમનો દર સપ્તાહે ટુકડે ટુકડે ચેક આપવાની બાંહેધરી પણ મનપાને આપવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY