વેપારીઓ ગ્રેની ડીલીવરી માર્કેટમાં ઇચ્છે છે. કેમ કે, ગ્રે ચેક કરી શકાય પણ આ ગ્રેનાં ઢગલાઓ દુકાનો- ગોડાઉનોમાં થતાં નથી. પણ એસએમસીના મલ્ટીલેવલ પાર્કિંગમાં કરવામાં આવે છે. અમુક વેપારીઓ તો ગ્રે બારોબાર મિલોમાં મોકલે છે, પણ ગ્રે માર્કેટમાં ઠલવાતું હોવાતી ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉભી થાય છે. ગ્રેના તાકાઓનો ખડકલો રીંગરોડ ઉપર પાર્કિંગમાં કે ફૂટપાથ ઉપર થતો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતા, હવે રીંગરોડ ઉપર ગ્રે ઉતારવા સામે પાબંદી આવી છે પણ હવે ગ્રેનાં તાકાઓ એસએમસીના મલ્ટીલેવલ પાર્કિંગ અને ખાનગી પાર્કિંગમાં ઉતારવામાં આવી રહ્યાં છે. ડીલીવરી કામકાજ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, એસએમસીના મલ્ટીલેવલ પાર્કિંગનો ઉપયોગ હવે ગ્રેના તાકાઓની હેરાફેરી માટે થવા માંડયો છે. વિવિંગ એકમોમાંથી ગ્રેનો જથ્થો વેપારીની દુકાને કે ગોડાઉનો ઉપર જતો નથી. પણ પાર્કિંગમાં પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી પછી મિલોમાં રવાના કરવામાં આવે છે. હકીકતમાં તો કાપડબજારની વિવિધ માર્કેટોમાં પાર્કિંગની સુવિધા છે કીંતુ તેના પાર્કિંગ ચાર્જ ખૂબ જ વધુ હોવાથી ગ્રે ડીલીવરી ટેમ્પા માલિકોને આ ચાર્જ પરવડતો નથી, તેથી તેઓ ખાનગી અને મલ્ટીલેવલ પાર્કિંગ તરફ વળ્યા છે. જો માર્કેટમાં ગ્રેની ઓછી થાય અને અમુક ચોક્કસ સમયગાળા માટે જ ડીલીવરીની છુટ અપાય તો ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થાય એવું ડીલીવરી ટેમ્પા માલિકો ઇચ્છી રહ્યાં છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"