રોહતક,તા.૨૯
હરિયાણામાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી કે જેના અંગે જાણીને તમે બે ઘડી સ્તબ્ધ થઇ જશો. હરિયાણાના નૂંહ જિલ્લામાં એક ગર્ભવતી બકરી સાથે ૮ લોકોએ ગેંગરેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગેંગરેપ બાદ બકરીનું મોત થયું છે. બકરીના મોત અંગે પોલીસ ફરિયાદ થઇ છે જેના પગલે આઠમાંથી ત્રણ આરોપીઓની ઓળખ કરાઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેપના આરોપી નશાખોર હતા. આ આરોપીઓએ વેરાના જગ્યાએ બકરી સાથે ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ બકરીનું મોત થયું હતું. પોલીસે આ અંગે ફરિયાદના આધારે વધારે તપાસ હાથધરી છે.
નગીના પોલીસ સ્ટેશનના એસઆઇ રાજબીર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, બકરીના માલિક અસલૂએ ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આઠ લોકોએ તેની બકરીની ચોરી કરી હતી. ત્યારબાદ આઠે લોકોએ તેના ઉપર ગેંગરેપ કર્યો હતો. રેપ કરનાર પાંચ આરોપીઓ ભાગી ગયા છે જ્યારે ત્રણ લોકો ઘટના સ્થળ પર જ રહ્યા હતા. આરોપીઓએ ફરિયાદ કરાવવાનો પડકાર પણ ફેંક્યો હતો. પોલીસે ૩૭૭ અને ૪૨૯ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પશુઓ ઉપર અત્યાચારની કલમ પણ લગાડી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



