વોશિંગ્ટન,તા.૨૯
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા આવવા આમંત્રણ આપ્યું છે. તેમણે તેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકા જવા માટે પણ તૈયાર છે.
અમેરિકાએ ક્રેમલિન પ્રમુખની સાથે યોજાનારી નવી શિખર મંત્રણાને આવતા વર્ષ માટે ટાળી છે. એ બાદ પુતિને એ દેખાડવાનો પ્રયાસ કર્યો છે કે મંત્રણા ટાળી દેવાને મામલે તેઓ જરાય પ્રભાવિત થયા નથી, તેનાથી તેમને કોઈ અસર થઈ નથી. આ મહિને યોજાયેલી હેલસિન્કી શિખર મંત્રણા બાદ ટ્રમ્પની સાથે યોજાયેલી પ્રેસકોન્ફરન્સમાં કહેવાયેલી વાતોએ અમેરિકામાં રાજકીય સંકટ પેદા કરી દીધું હતું. પુતિને કહ્યું કે બંને નેતાઓ આ વર્ષના અંતમાં અર્જેન્ટીના માં યોજાનારી શિખર મંત્રણાથી અલગ અને સંભવતઃ અન્ય સ્થળે મુલાકાત કરશે.
જાહાનિસબર્ગમાં બ્રિક્સ જૂથના નેતાઓની શિખર મંત્રણા બાદ શુક્રવારે પુતિને સંવાદદાતાઓને કહ્યુ કે, હું અમેરિકા જવા માટે તૈયાર છું. તેમણે કહ્યું કે તેઓ ટ્રમ્પને રશિયા આવવા માટે પણ આમંત્રિત કરી ચૂક્યાં છે.
બીજી તરફ વ્હાઇટહાઉસનાં પ્રવક્તા સારા સેન્ડર્સે નિવેદનમાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિ વોશિંગ્ટનમાં પુતિનના પ્રવાસ અંગે આશાવંત છે અને સાથે જ તેઓ પુતિનનાં નિમંત્રણને આપીને રશિયા જવા માટે પણ તૈયાર છે. પુતિને શુક્રવાનારે કહ્યું કે તેઓ મોસ્કોમાં ટ્રમ્પની સાથે મુલાકાત કરવા ઇચ્છુક છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



