હળવદ મા ટી સીરીઝ કંપની ના દરોડા ત્રણ સી પી યુ સહીત પાંત્રીસ હજાર નો મુદ્દામાલ જપ્ત

0
227

હળવદ મા મોબાઈલ ની દુકાન ધારકો દ્વારા “ટી સીરીઝ” કંપની ના જુદા જુદા ગીતો નો ડાઉન લોડ કરી ને ટી સીરીઝ કંપની ના ગીતો ને કોપી કરતા હોવા ની ટીસીરીઝ કંપની ને માલુમ પડતા હળવદ પોલીસ ને સાથે રાખીને ને સરા રોડ પર ત્રણ મોબાઈલ ની દુકાન મા દરોડા પાડતા ત્રણ સી પી યુ અને મેમરી કાર્ડ રીડર સહીત રૂપિયા ૩૫ ૬૬૦/- નો મુદામાલ જપ્ત કરી ત્રણ શખ્સોને ઝડપી પાડી હળવદ પોલીસ ને હવાલે કર્યો હતા

હળવદ મા ટીસીરીઝ કંપની ના સુરેન્દ્રનગર ના કમૅચારીઓ અને હેડ ઓફીસ ના અધિકારીઓ ને ચોકકસ બાતમી મળતા ટી સીરીઝ કંપની ના ગીતોનો ડાઉન લોડ કરી મોબાઈલ ના વેપારીઓ દ્વારા ગ્રાહકોને મોબાઈલ મા ડાઉન લોડ કરી આપવાનો વેપલો કરતા હોવા નું માલુમ પડતા હળવદ પોલીસ ને સાથે રાખીને ને હળવદ ના સરા રોડ પર મોબાઈલ ની દુકાન પર દરોડા પાડતા જેમા શ્રીરામ ભકત મોબાઈલ ના કિશોર ભાઈ ભગવાનજી. આદૅશ મોબાઈલ ના કિશોરભાઈ હરજીવનભાઈ. શ્રી હરિ મોબાઈલ ના અનિલભાઈ કેશવજી પરમાર. સહીત ના ત્રણેય મોબાઈલ ના વેપારીઓ ઓ ટી સીરીઝ કંપની ના ગીતો ને કોપી કરતા હતા ત્યારે પાયરસી એકટ હેઠળ ટી સીરીઝ કંપની ના કમેચારી મેહવુલસિંહ ભાટિયા અને જયવિંરસિહ સોલંકી અને હળવદ પોલીસ ના બીટ જમાદાર હરેશભાઈ ચાવડા અને ગંભીર સિંહ ઝાલા એ ત્રણ સી પી યુ મેમરી કાર્ડ રીડર સહીત રૂપિયા ૩૫ ૬૬૦ નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોને ઝડપી પાડી ને હળવદ પોલીસ ને હવાલે કર્યો હતા વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે

મયુર રાવલ હળવદ
9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY