રાજ્ય સરકારના ગૃહવિભાગે પરિપત્ર બહાર પાડ્યો, હાજર મહેકમ માથી જીલ્લા મધ્યસ્થ જેલમાં સ્ટાફ મોકલો, કર્મચારીઓમાં છુપા રોષ સહિત ગણગણાટ ?

0
3487

રાજ્યના નવનિયુક્ત ડીજીપી ની નિમણૂક બાદ પોલીસ વિભાગના સુચારૂ સંચાલન માટે નિત નવા પગલા લેવાય છે એ આવકાર્ય છે

હાલમાં ગૃહવિભાગ દ્વારા નવો પરિપત્ર આવ્યો છે કહેવાય છે કે જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં થી રેગ્યુલર અનઆર્મડ પોલીસ કર્મીઓને જીલ્લા મધ્યસ્થ જેલમાં વધુ તકેદારીના પગલાંરૂપે પ્રતિનિયુક્તિ પર મોકલવા જે બાબતે રાજ્યભરના અનઆર્મડ પોલીસકર્મીઓમાં ગણગણાટ સહિત છુપો રોષ ફેલાયો છે કે જેલમાં જેલનો વહીવટી અને સિપાઈ સ્ટાફ હોવા છતાં જિલ્લામાંથી શા માટે જેલોમાં પ્રતિનિયુક્તિ પર પોલીસકર્મીઓને મુકવા? જિલ્લાભરમાં જયારે મહેકમનો પ્રશ્ન હોય ત્યારે આ રીતનું વલણ અપનાવી ક્યાંક સજાના ભાગરૂપે તો જેલમાં નોકરી કરાવવાની નથી ને ?

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પોલીસ અનામત દળો માં પુરુષ અને મહિલા કર્મચારીઓ હોય જ છે ત્યારે શા માટે જિલ્લાના મહેકમને ઓછુ કરવુ? અત્રે એ ઉલ્લેખનીય છેકે રાજ્યભરમાં પ્રોહીબીશન અને ગેમ્બલિંગ ના ગુનાઓને ડામી દેવા તમામ જિલ્લાઓમાં પોલીસ જ્યારે રાતદિન કામ કરતી હોય અને ઓછા મહેકમ હેઠળ કામનું ભારણ પણ હોય ત્યારે સરકારનો આ નિર્ણય કેટલો વ્યાજબી છે?

વળી જેલમાં માત્ર ઝડતી, હાજરી અને દેખરેખ જેવા સામાન્ય કામો રહેતા હોય ત્યારે જિલ્લાઓમાંથી મહેકમ ઓછું કરવું કેટલે અંશે ઉચિત ગણાય?

અત્રે એવી પણ ચર્ચા પોલીસકર્મીઓમાં થી જાણવા મળી છે કે જે પોલીસકર્મી કોઈ ગુનાસર કે ડીઓ થતા સસ્પેન્શન માં હોય અને ઘરે બેસી અડધા પગારની આરામ સહિતની મોજ માણતા હોય તેવા પોલીસકર્મીઓને શા માટે સરકાર જેલનું સામાન્ય કામ કરાવી પગાર વસૂલ કરતી નથી? એ પણ ચર્ચાનો વિષય બન્યો છે વધુમાં એક એવો પણ ગણગણાટ મહિલા પોલીસ કર્મીઓમાં જોવા મળ્યો છે કે તેઓ પોલીસ સ્ટેશનના સંપૂર્ણ જવાબદારી થી અન્યોની તુલનાએ ખડે પગે કામ કરતી હોય ત્યારે તેમને જેલમાં નોકરી કરવા જવું બિન વ્યવહારૂ લાગી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવનાર દિવસો માં સરકાર આ નિર્ણયને ફેરબદલ કરશે કે કેમ એતો આવનારા દિવસોમાં ઉપરી અધિકારીઓ પર જ નિર્ભર રહ્યું કેમકે ભાઈ આતો ડિસિપ્લિનરી ફોર્સ ગણાય એટલે “આદેશ પાલનનો કોઈ વિકલ્પ નથી”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY