બાળ દિવસ ૧૪ નવેમ્બરે નહીં ૨૬ નવેમ્બરે મનાવવો જાઈએ : ભાજપ સાંસદો

0
91

ન્યુ દિલ્હી,
તા.૭/૪/૨૦૧૮

શહાદતના દિવસે બાળ દિવસ ઉજવવાથી બાળકો પ્રેરિત થશે

બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું નામ બદલવાનો વિવાદ હજુ સુધી શાંત થયો નથી કે ભાજપ સાંસદોએ એક નવી માંગણી શરૂ કરી છે. દિલ્હી ભાજપના સાંસદોએ કહ્યું કે બાળ દિવસ ૧૪ નવેમ્બર પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મદિવસે નહીં પરંતુ ૨૬ નવેમ્બરે મનાવવો જાઈએ. આને લઈને અભિયાન શરૂ કરવાની વાત પણ કહેવામાં આવી રહી છે. બાળ દિવસની તારીખ બદલવા પાછળ ભાજપ સાંસદોની દલીલ છે કે ૨૬ નવેમ્બરે શીખ ગુરુ ગોવિંદ સિંહના ચાર પુત્રની મુગલોએ હત્યા કરી દીધી હતી. તેમની શહાદત દુનિયા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. એવામાં જા બાળ દિવસ ૨૬ નવેમ્બરે મનાવવામાં આવે તો બાળકોને પ્રેરણા મળશે. દિલ્હી ભાજપના છ સાંસદ ગુરુ ગોવિંદ સિંહના ચાર સાહેબજાદોના નામ પર બાળ દિવસ મનાવવાનો પ્રસ્તાવ લાવ્યા છે.

સાંસદોના આ પ્રસ્તાવને દિલ્હી શીખ ગુરુદ્વારા વહીવટી કમિટીથી પણ મંજૂરી મળી છે. ભાજપનો દાવો છે કે તે આ કેમ્પેનને રાષ્ટીય સ્તરે લઈ જશે. દિલ્હી કમિટીના જનરલ સેક્રેટરી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે બાળ દિવસને ચાર સાહેબજાદોના નામ પર મનાવવા માટે અત્યારસુધી ૬૦ સાંસદોએ સંમતિ આપી છે, જ્યારે આ પ્રસ્તાવ પર સમગ્ર દેશના ૧૦૦ સાંસદોના હસ્તાક્ષર થઈ જશે તો આને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે. વડાપ્રધાનને આ વાતની જાણકારી આપવામાં આવશે કે બાળ દિવસ નેહરૂ નહીં પરંતુ સાહેબઝાદોના નામ પર કેમ મનાવવામાં આવે.

સિરસાએ જણાવ્યુ કે ૧૯૬૪ પહેલા સંયુક્ત રાષ્ટ્રની ભલામણ અનુસાર બાળ દિવસ ૨૦ નવેમ્બરે મનાવવામાં આવતો હતો. જે બાદ પરિવર્તન કરતા ૧૪ નવેમ્બરે મનાવવામાં આવ્યો. તેમણે સલાહ આપતા કહ્યું કે જા નેહરૂજીનો જન્મદિવસ મનાવવો છે જ તો તેને ચાચા દિવસ તરીકે મનાવવામાં આવે પરંતુ બાળ દિવસ ૨૬ નવેમ્બરે જ મનાવવો જાઈએ, જે દિવસે ગુરુ ગોવિંદ સિંહ સાહેબના સૌથી નાના સાહેબજાદે સરહિંદમાં શહીદ થયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY