બાળક ચોર સમજી નિર્દોષ મહિલાની હત્યા મામલે એકની ધરપકડ, આઠના નામ ખુલ્યા

0
264

સોશિયલ મિડિયા પર ચાલેલી રાજ્યમાં બાળકો ચોરી કરતી ટોળકીના વાઇરલ મેસેજે વાડજમાં એક મહિલાનો ભોગ લીધો છે જેમાં અન્ય ત્રણ મહિલાની સ્થિતી સારી હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ. જેમાં વાડજ પોલીસે નિર્દોષ ભીક્ષુક મહિલાની હત્યાનો ગુનો કરનાર મોટી સંખ્યાનુ ટોળા હોવા છતાં ફકત ૩૦થી ૪૦ સ્ત્રી-પુરુષો સામે ગુનો નોધ્યો હતો. જેમાંથી કિર્તી મકવાણા નામના યુવકની વાડજ પોલીસે ધરપકડ કરી છે અને તેની સાથે આઠ જેટલા શખસો હોવાનો તેણે સ્વિકાર કરતા તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.બીજી તરફ વાડજ પોલીસે બીઆરટીએસ ટ્રેકમાં લગાવેલા સહિત આસપાસના ૧ કીમી સુધીના સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાની અને હાલ સરદારનગર જોગણીમાતાના મંદિરના છાપરામાં અનવી સોમનાથ નાથ(મદારી), શાંતીદેવી ચુનીનાથ મારવાડી, લીલાદેવી મોહનનાથ અને આશુદેવી મંસીનાથ સાથે નિકળ્યા હતા. તમામ મહિલાઓ ભીક્ષુકવૃતી કરી પોતાનુ ગુજરાન ચલાવતી હતી. દરમિયાનમાં તેઓ સવા બે વાગ્યે જુના વાડજ સર્કલ પાસે પહોચ્યા અને ત્યા લોકોના ટોળાએ ઘેરી લઇ બાળક ચોરતી ગેંગ કરીને માર માર્યો હતો. માર મારતાં ગંભીર રીતે ઘાયલ થયેલા શાંતાદેવી ચુનીનાથ સારવાર દરમિયાન મોત થતાં વાડજ પોલીસે ૪૦ જેટલા શખસો સામે ફરિયાદ નોધી હતી. પોલીસે લોકોએ ઉતારેલા વિડિયો આધારે કિર્તી કીશનભાઇ મકવાણા(ઉ.૨૫, રહે.દશામાની ચાલી, જુના વાડજ)ની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે આઠ વ્યક્તિઓ હતા તેની ઓળખ થઇ ગઇ છે તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જેણે આ ઘટના બનતી હતી ત્યારે મદદની જગ્યાએ વિડિયો ઉતારી વાઇરલ કર્યા હતા તે પણ વ્યક્તિઓ આ કેસમાં ફસાય તેમ પોલીસે જણાવ્યુ હતુ. ક્યા ક્યા નંબરથી વિડિયો વાઇરલ થયા અને બન્યા તેની શોધખોળ પણ હાથ ધરાઇ છે.

વીઆઇપીના બંદોબસ્તમાંથી જતી રહેતી પોલીસ સામે એક્સન પરંતુ નિર્દોષને ન બચાવનાર સામે કંઇ નહી

વીઆઇપીઓના બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોંધ લઇ ત્વરીત કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ વાડજ સર્કલ નજીક બનેલી હત્યાની ઘટનામાં ટ્રાફિક પોલીસથી લઇ સામે ચોકીની પોલીસ આવેલી છે. આ પોલીસે જો પોતાની જવાબદારી બતાવી હોત તો આ ઘટના ટળી હોય તાત્કાલીક અસરથી અધિકારીઓને જાણ કરી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હોત તો ઘટના ટળી હોવાની વાતને નકારી શકાય તેમ નથી.

સીસીટીવી રુમ સોભાના ગાંઠીયા સમાન

શહેર પોલીસ કમિશનર ઓફિસમાં આવેલો સીસીટીવી કન્ટ્રોલ રુમમાં આમ તો સામાન્ય વ્યક્તિ જ્યારે કારની અંદર પણ સીટ બેલ્ટ કે પછી ફોન પર વાત કરતો જાય તો પકડાઇ જાય છે પરંતુ આ સીસીટીવી કન્ટ્રોલ રુમને વાડજમાં મહિલાઓને રિક્ષામાં ઘેરીને માર માર્યો અને રિક્ષા ઉંધી કરી લાંબો સમય ચાલેલો ડ્રામા ન દેખાતા ચર્ચાનો વિષય બન્યો છે. સ્માર્ટ અને સેફ સીટીની વાતો કાગળ પર કરવામાં આવે છે.

સીસીટીવીમાં આ ઘટના દેખાઇ તો પોલીસ કેમ તુરત એલર્ટ ન થઇ અને એક્સનમાં કેમ ન આવી ? કાંતો પછી આ ઘટના જેમ શહેરમાં પ્રવેશતી મોટી લકઝરીઓ ટ્રાફિક પોલીસને સીસીટીવીમાં દેખાતી નથી તેમ આ ઘટના પણ દેખાઇ ન હતી.

સુરેશભાઈ 9712193266

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY