ન્યુ દિલ્હી,તા.૨૭
એર હોસ્ટેસમાંથી પાયલટ બનેલી મહિલા બ્રીથ એલાઈઝરની તપાસમાં નશામાં હોવાનું નોંધવામાં આવ્યું. ટેક ઓફ પહેલા કરવામાં આવેલી તપાસમાં કો-પાયલટ નશામાં ધૂત હતી. ત્યારબાદ તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. કો-પાયલટને બેંગાલુરુથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ (AL583) પર જવાનું હતું પણ ઉડાન પહેલા નોંધવામાં આવ્યું કે, પાયલટ પ્લેન ઉડાવવાની હાલતમાં નથી.
એર ઈન્ડીયાના એક સીનિયર અધિકારીએ કહ્યુ કે, ‘એક પાયલટ બ્રીથ એનાલાઈઝરમાં પોઝિટિવ નોંધવામાં આવી છે. તેને હટાવી દેવાઈ છે. નિયમો અનુસાર બ્રીથ એનલાઈઝર ટેસ્ટમાં પહેલીવાર ફેઈલ થનારા પાયલટ ત્રણ મહીના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. બીજીવાર આવી હરકત કરવા પર તેને ત્રણ વર્ષની સજા થાય છે અને ત્રીજી વખત આ ભૂલનું રિપીટેશન થાય તો તેના આજીવન બેન લગાવી દેવામાં આવે છે.
ઉડાન બાદ બ્રીથ એનલાઈઝર ટેસ્ટમાં ફેઈલ થવા પર ઉડાન ભરતી વખતે થનારા બેનમાં એક વર્ષનો વધારો થઈ જાય છે. ૨૦૧૬માં એક ઈન્ટરનેશનલ ઉડાનમાં બે પાયલટ તથા ત્રણ કેબિન ક્રૂ મેમ્બર્સ બ્રીથ એનલાઈઝર ટેસ્ટમાં ફેઈલમાં થયા બાદ તેમની વિરુદ્ઘ DGCA એ FIR નોંધાવવાનો આદેશ આપ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




