સુરત, તા.૨
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આઈ.ઈ.ડી. યુનિટ દ્વારા દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાની સાથો-સાથ તેમનામાં રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવાના હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં દિવ્યાંગ રિસોર્સ રૂમ ખાતે ધોરણ-૮ ના દિવ્યાંગ બાળકોએ આગામી દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે દિવાળી શુભેચ્છા કાર્ડ તેમજ દિપાવલી પર્વને રોશન કરતાં ભાતીગળ દીવડા બનાવ્યા હતા. જેના યોજાયેલા જાહેર પ્રદર્શનને જાહેર જનતાએ રસપૂર્વક નિહાળ્યું હતું.
આ વેળાએ મિલન પટેલ (આઈ.ઈ.ડી. બી.આર.પી.), વત્સલતા પટેલ(આઈ.ઈ.ડી. બી.આર.પી., બળવંત પટેલ(આઈ.ઈ.ડી. રિસોર્સ ટીચર), કૈલાશબેન ચુડાસમા(આઈ.ઈ.ડી. રિસોર્સ ટીચર)ના સઘન પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકોએ તેમની શક્તિઓ ઉજાગર કરી હતી. તેમણે સૌ બાળકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



