વલસાડ,તા.૧૮
વલસાડ નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વાહનની ટક્કરે દીપડીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મોડી રાત્રે દીપડી હાઇવે ક્રોસ કરી રહ્યો હતો તે સમયે હાઇવે પરથી પૂરપાટ ઝડપે પસાર થયેલ અજાણ્યા વાહને દીપડીને ટક્કર મારતા દીપડીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું.
અતુલ હાઇવે ઉપર ફર્સ્ટ ગેઇટ પાસે રસના કોલ્હાની સામે સુરત તરફના લેન અને રવિવારે રાત્રે ૯.૪૫ વાગ્યાના સુમારે આવી પહોંચેલા આશરે ૪ વર્ષન વયની કદાવર દિપડીને કોઇક વાહનએ ટક્કર મારતા, દિપડીનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગના સુભાષભાઇ અને તેમની ટીમ સ્થળ ઉપર દોડી જઇને દિપડીના મૃતદેહનો કબ્જા લઇ ચણવઇ સ્થિત વન વિભાગના ડેપો ઉપર લઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આશરે એક વર્ષ પહેલા આ જ સ્થળે મુંબઇ તરફના લેન ઉપર દિપડાનું કોઇ વાહન અડફેંટે મોત થયું હતું. આમ, હાઇવે ઉપર ભરચક વસતીવાળા વિસ્તારમાં દિપડાઓની હાજરીથી લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હોવાનું જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





