નર્મદામાં બળાત્કારના બે કેસોમાં આરોપીઓને ૭ વર્ષની કેદ : કોર્ટ દ્વારા વળતર ચૂકવવા આદેશ

0
160

નાંદોદના પોઇચા ગામના પરિણીત યુવાને તરોપાની યુવતિ સાથે લગ્નની લાલચ આપી જ્યારે સાગબારાના પરિણીત યુવાને ગામનીજ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી હતી, બન્ને આરોપીઓને ૭-૭ વર્ષની કેદ અને ભોગબનાનાર મહિલાને ૫૦-૫૦ હજાર વળતર ચૂકવવા આદેશ.

રાજપીપળા:
નર્મદા જિલ્લાના પોઇચા અને સાગબારાના પરિણીત યુવાનોએ અનુક્રમે તરોપા અને સાગબારની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે બન્ને વિરુદ્ધ જે તે પોલીસ મથકમાં કેસ દાખલ થતાં કોર્ટે બન્ને આરોપીઓને ૭-૭ વર્ષની કેદ, ૧ હજાર રૂપિયા દંડ અને ભોગબનનાર મહિલાઓને ૫૦-૫૦ હજાર રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ નાંદોદ તાલુકાના રોની ઉર્ફે ભદ્રેશ દિનેશ બારીયા પોતે પરિણીત હોવા છતાં ફેસબુકના માધ્યમથી તરોપા ગામની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદ લગ્ન કરવાની લાલચે એને રાજપીપળા બોલાવી ભગાડી ગયો હતો. સુરત,ગોવા અને જલગાઉંમાં યુવતી સાથે શરીર સબંધ બાંધ્યો હતો. દરમિયાન કોઈ સંબંધીના ફોન દ્વારા યુવતીને રોની પોતે પરિણીત હોવાની જાણ થતાં યુવતીએ રોનીને આ મામલે પૂછ્યું હતું. ત્યારે રોનીએ એ યુવતીને માર મારી ધમકી આપતા યુવતીએ રોની વિરુદ્ધ રાજપીપળા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં સાગબારાના મકરાણ ગામના પરિણીત દિનેશ છગન વસાવાએ પોતાના જ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દોઢ વર્ષથી શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. ત્યારે પોતાને પત્ની તરીકે રાખવાનું જણાવતા જ દીનેશે ઘસીને એ યુવતીને ના પાડી દીધી હતી. આ મામલે યુવતીએ સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બન્ને કેસ નર્મદા જિલ્લા કોર્ટમાં ચાલી જતા જજ એન.આર.જોશીએ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની દલીલોને ગ્રાહ્ય રાખી રોની ઉર્ફે ભદ્રેશને ૭ વર્ષની કેદ, ૧ હજાર દંડ તથા પ્રવીણ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી દીનેશને ૭ વર્ષની કેદ, ૧ હજાર દંડ ઉપરાંત બન્ને ભોગબનાનાર મહિલાઓને ૫૦-૫૦ હજાર વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY