છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતીએ જાહેર રજા આપવા માંગ

0
23

સાંસ્કૃતિક રક્ષા સમિતિએ કલેકટરને રજૂત કરી
સુરત, તા.૨૪
શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી તા.૧૯મી ફેબ્રુઆરીના દિવસે ભારત દેશમાં ‘જાહેર રજા’ રાખવામાં આવે તે બાબત સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને કરાયેલી રજૂતમાં જણાવાયું હતું કે, હિન્દવી સ્વરાજ્યના સ્થાપક શ્રીમંત ચત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી તા.૧૯ ફેબ્રુઆરીના રોજ આવે છે. ૧૭મી સદીમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગજેબના મોગલ સામ્રાજ્ય સાથે કેટલાકો વર્ષો સુધી સંઘર્ષ કરેલુ હતું. હિન્દુ રાજનીતી પ્રથા તથા દરબારી શિષ્ટાચારને પુર્નજીવીત કરેલ હતું. ભારતના સ્વતંત્ર સંગ્રામ પર અનેક લોકોએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ચરિત્રથી પ્રેરણા લઈ તન મન ધન અર્પિત કરેલ હતું. હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરનાર તથા મોગલ સામ્રાજ્ય સામે લડત આપનારા હિન્દુ વીર યોદ્ધા શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રના વિચારો આવનારી પેઢી અનુસરે જેથી અમો સાંસ્કૃતિક રક્ષા સમિતિનીરાષ્ટ્રહિતની માંગણી છે કે, ૧૯મી ફેબ્રુઆરી તેમના જન્મ જયંતીના રોજની ‘જાહેર રજા’ રાખવામાં આવે. આવેદન પત્રમાં વધુમાં જમાવાયું હતું કે, સરકારી અર્ધસરકારી કચેરીઓ તથા શાળા બેîકો, જેવી તમામ ક્ષેત્રે આખા ભારત દેશમાં જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે જાહેર રજા રાખવામાં આવે તથા શાળાઓમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જીવનચરિત્ર પર ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY