ભરૂચમાં પુનઃ સ્પર્ધાત્મક પરીક્ષાના એક માસ માટેના તાલીમ વર્ગોનો શુભારંભ કરાયો.

0
267

ભરૂચ ખાતે માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ,નવેઠા અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના એક માસ માટે વિના મૂલ્યે તાલીમ વર્ગનું આયોજન થતા મંગળવારના રોજ શુભારંભ થયો હતો.


ભરૂચ જિલ્લાના યુવાનો તલાટી તથા બિનસચિવાલય કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આપી સફળ થાય તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વિના મૂલ્યે તાલીમ વર્ગનું આયોજન થતા મંગળવારના રોજ નીલકંઠ ઉપવન ખાતે શુભારંભ યોજયો હતો.જે તાલીમ વર્ગો બુધવારને ૨ જાન્યુઆરીથી સવાર અને બપોરે એમ બે શેસનમાં તાલીમ વર્ગ ચાલશે જેમાં અંદાજે 245 થી વધુ તાલીમાર્થી ઓને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન, સુરતના તજજ્ઞો સ્પર્ધાત્મક પરીક્ષાના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપનાર છે.

કાર્યક્રમના શુભારંભમાં ભરૂચના
ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેકટર રવીકુમાર અરોરા, ડીડીઓ ક્ષિપ્રા આગ્રે,ડીઈઓ નવનીત મહેતા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.જયારે માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજી પરમાર તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ નરેશ ઠક્કરે પણ તાલીમાર્થીઓને પ્રોત્સાહન સાથે શુભેચ્છાઓ આપી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY