ચૂંટણીપંચે અત્યાર સુધી ૩૩૫૧ કરોડથી વધુનો દારૂ,રોકડ અને જ્વેલરી જપ્ત કરી

0
8

ન્યુ દિલ્હી,તા.૬
કેન્દ્રીય ચૂંટણી પંચે અત્યાર સુધીમાં ૩૩૫૧.૩૬ કરોડ રૂપિયાથી વધારે મૂલ્યનો ગેરકાનૂની દારૂ, રોકડ અને જ્વેલરી જપ્ત કરી ચૂકી છે. આ આંકડો કેટલો મોટો છે. તેનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે ગત ચૂંટણીમાં વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પંચનો કુલ ખર્ચ ૩૮૭૦ કરોડ રૂપિયા હતો.
ચૂંટણી પંચ મુજબ ૨૦૧૪ની ચૂંટણીમાં કુલ ૧૨૦૦ કરોડ રૂપિયાની ગેરકાનૂની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. તેનાથી વધુ ત્રણ ગણી વધારે સામગ્રી અત્યાર સુધીમાં જપ્ત થઇ ચૂકી છે. ૧૦ માર્ચે આચાર સંહિતા લાગૂ થયા બાદ ૫ મે સુધીમાં જપ્ત કરવામાં આવેલી ગેરકાનૂની સામગ્રીનો મોટો હિસ્સો નશીલા પદાર્થોનો છે. અત્યાર સુધીમાં ૬૭૮૮૩ કિલોગ્રામથી વધારે માદક પદાર્થ જપ્ત કરવામાં આવી છે.
બજારમાં તેની કિંમત લગભગ ૧૨૪૯.૬૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સૌથી વધારે ૨૧.૬ હજાર કિલો માદક પદાર્થ યૂપીથી જપ્ત કરવામાં આવી, તેની કિંમત ૨૫.૦૩ કરોડ આંકવામાં આવી હતી. જોકે સૌથી વધારે કિંમતના માદક દ્રવ્યો ગુજરાતમાં જપ્ત કરવામાં આવ્યા છે. અહીં ૧૩૦ કિલો માદક દ્રવ્યો પકડવામાં આવ્યા, જેમની કિંમત ૫૨૪ કરોડ છે.
અત્યાર સુધીમાં ૯૭૬ કરોડ રૂપિયાનું સોનું, મૂલ્યવાન ધાતુ અને આભૂષણ પકડવામાં આવ્યા છે. જેમાં સૌથી આગળ તમિલનાડુ છે. જોકે મધ્યપ્રદેશ બીજા અને ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાન પર છે.
નિર્વાચન પંચના મુજબ ૨૦૧૪ની ચૂંટણી સાથે તુલના કરતા આ વખતે બે ગણાથી વધારે રોકડ જપ્ત કરવામાં આવી છે. ગત ચૂંટણીમાં આંકડો લગભગ ૪૦૦ કરોડ રૂપિયા હતો. આ વખતે સૌથી આગળ આંધ્રપ્રદેશ છે. સૌથી ચોંકાવનાર બાબત છે ગેરકાનૂની દારૂ. ૫ મે સુધીમાં ૧૫.૨૭ કરોડ લીટર દારૂ પકડવામાં આવી છે. ગત ચૂંટણીમાં ૧.૬૧ કરોડ લીટર દારૂ જપ્ત કરવામાં આવી હતી.
જો રાજ્યવાર ગેરકાનૂની દારૂ જપ્તીની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં ૩.૪૮ કરોડ લીટર દારૂ જેની કિંમત ૨૮.૨ કરોડ થાય છે પકડવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં ૧.૫૯ લીટર દારૂ, જેની કિંમત ૪૩.૬૯ કરોડ રૂપિયા થાય છે. જપ્ત કરવામાં આવ્યો છે. આમ કુલ ૧૫.૨ કરોડ લીટર ગેરકાનૂની દારૂ પડકવામાં આવ્યો છે. જેની કિમત ૨૬૫.૬૧ કરોડ રૂપિયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY