મુંબઇ,તા.૧૯
છેલ્લા કલાકમાં બજારે દિવસ દરમિયાન મેળવેલી તેજી ગુમાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને નીચલા સ્તરે પહોંચી બંધ થયા હતા. આજે દિલસભર ખુબજ ઉથલપાથલ જાવા મળી હતી. જ્યાં એક સમયે નિફ્ટી ૧૦૭૦૦ને પાર પહોંચ્યો તો છેલ્લા કલાકમાં નિફ્ટી ૧૦૬૦૦ની નીચે આવી ગયો હતો. સતત આઠમા દિવસે બજાર કડાકા સાથે બંધ થયો છે. બેન્ક નિફ્ટીમાં ઉપરી સ્તર પર દબાણ જાવા મળ્યુ.
મંગળવારે કારોબારી સત્રમાં ભારતદીય શેર બજાર કડાકા સાથે બંધ થયુ હતુ. દિવસનો કારોબાર પૂરો થાય ત્યારે સેન્સેક્સમાં ૧૪૫ પોઈન્ટ અને નિફ્ટીમાં ૩૬ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. આ કડાકા સાથે સેન્સેક્સ ૩૫,૩૫૨ પર તો નિફ્ટી ૧૦,૬૦૪ના સ્તર પર બંધ થયો હતો.
નિફ્ટીના ૫૦ શેરોમાં ૨૫ લીલા નીશાન પર ૨૪ લાલ નીશાન પર તો એકમાં કોઈ પરિવર્તન જાવા મળ્યુ નહોતુ. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટી મિડકેપ ૦.૪૮ ટકાની તેજી સાથે અને સ્મોલકેપમાં ૦.૩૬ ટકાની તેજી સાથે કારોબાર કરી બંધ થયો હતો.
આજના કારોબારમાં ટીસીએસ, વિપ્રો, એનટીપીસી અને ઈન્ફોસિસમાં વધારે કમજારી જાવા મળી હતી જયારે વેદાંતા, ગ્રાસિમ, બીપીસીએલ અને જેએસડૂલ્યૂ સ્ટીલમાં સૌથી વધારે મજબૂતાઈ જાવા મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



