વિધિના બહાને ઘરમાંથી રૂ. ૩.૩૫ લાખની ચોરી કરી શખ્સ રફુચક્કર

0
6

બનાસકાંઠા,તા.૨૬
વિધિના બહાને અલથાણાના દંપતીના ઘરમાંથી કોસંબાનો ઇસમ તેના સાગરીત સાથે મળી રૂ.૩.૩૫ લાખની મતા ચોરી રફુચક્કર થઇ ગયો હતો. ‘તમારો ધંધો સારો ચાલશે, તે માટે વિધિક કરાવવી પડશે’ એમ કહી બંને ભેજાબાજ દંપતીને વાતો ભોળવી કળા કરી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે મૂળ બનાસકાંઠા ધાનેરાના વતની શૈલેષભાઇ વેલચંદભાઇ મહેતા પરિવાર સાથે અલથાણ ગાયત્રી મંદિર નજીક આવેલા મહાવીરનગરમાં રહે છે. વરાછા રોડ ઉપર આવેલી હીરાની ઓફિસમાં નોકરી કરતા શૈલેષભાઇ છેલ્લા બેમાંથી ઘરે જ છે. દરમિયાન તેમના સંપર્કમાં ઇલ અહમદ શાહ આવ્યો હતો. ઇલુ અહમદે તેમને ફોન કરીને કહ્યું હતે કે તારા પિતાજી મૃત્યુ પામતા પહેલાં મને પૂજાવિધિ શિખવાડી ગયા હતા. તેમણે મને કહ્યું હતું કે, તમારો ધંધો ફરીથી સારી રીતે ચાલે તે માટે તમારા ઘરે પૂજા વિધિ કરવા માટે જણાવી ગયા હતા.
તેમના ઘરમાંથી ચોરી થઇ હોવાની ગંધ આવતા તેમણે તપાસ કરી હતી. તે સમયે સોનાના દાગીના અને રોકડા રૂ.૮૦,૦૦૦ મળી કુલ રૂ.૩.૩૫ લાખની મતા ચોરાઇ હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે શૈલેષભાઇ અગાઉ કાપડનો ધંધો કરતા હતા. તે સમયે તેમની સાથે રૂ.૪૦ લાખનું ચીટિંગ થયું હતું. તેમણે બીજા વેપારીને રૂપિયા ચૂકવવાના હોય તણાવમાં રહેતા હતા. ત્યારે પરિચિતની મદદથી ઇલુ અહમદના પિતા અહમદ શાહ ઉર્ફે મામા પાસેથી પૂજા વિધિ કરાવી હતી. ત્યારે રૂ.બે લાખનો ખર્ચ થયો હતો. તે સમયે ઇલુ અહમદ પણ હાજર હોય તેણે આઠેક માસ પહેલા તેમનો સંપર્ક કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY