ગોવા મુખ્યમંત્રી પર્રિકરને લોહીની ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા

0
315

પણજી,તા.૨૬
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની સ્થિતીમાં સુધાર થવા હોવાની માહિતી મળી છે. શનિવારે તેમને ગોવા મેડિકલ કોલેજમાં ગેસ્ટોઇંટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી માટે ભર્તી કરવામાં આવ્યા હતા. ગત વર્ષની તેઓ પૈંક્રિયાટિક કેન્સરની બીમારીથી લડી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પર્રિકરને જલ્દી હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા પ્રમોદ સાવંતે એક મીડિયા એજન્સીને જણાવ્યું કે,‘મે, મુખ્યમંત્રી મનોહર પર્રિકર અને ડો. પ્રમોદ ગર્ગ સાથે મુલાકાત કરી. ડોક્ટરે કહ્યું કે તેમની તબિયતમાં સુધારો થયો છે અને યોગ્ય સારવાર સાથે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જાવા મળી રહ્યો છે. તેમને કોઈ ચેસ્ટ ઈન્ફેક્શન નથી. પરંતુ થોડી લોહીની ઊલટી થઈ છે.’
આ પહેલા ગોવાના સ્વાસ્થ્યમંત્રી વિશ્વજીત રાણે કહ્યું કે ગોવા મેડિકલ કોલેજમાં મનોહર પર્રિકરને ભર્તી કરવામાં આવ્યા હતા જાકે હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. રાણે કહ્યું કે,‘મે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. તેઓ સોમવારે ઘરે જવા માંગે છે. પરંતુ અમે તેમને વધુ એક દિવસ હોસ્પિટલમાં રહેવાનું કહ્યું છે. જેથી તેમના સ્વાસ્થ્યમાં પૂર્ણરૂપથી સુધારો થાય.’ ઉપરાંત તેમને કહ્યું કે,‘પર્રિકરની હૃદયગતિ સામાન્ય છે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.’ આ સાથે રાણે પર્રિકરને વધુ સારવાર માટે જલ્દી દિલ્હી શિફ્ટ કરવામાં આવશે એવી ખબરોને પણ ફગાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY