કેનાલમાં કુદી યુવકે આપઘાત કરતા ખળભળાટ

0
193

બનાસકાંઠા,તા.૬
દિયોદર ખાતે આવેલ નર્મદા કેનાલમાં આજરોજ એક યુવકે છલાંગ લગાવી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. દિયોદર નજીક આવેલ ફુલપરા ખાતેથી પસાર થતી નર્મદા કેનાલમાં છલાંગ લગાવતા આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે એવી પહોંચ્યા હતા.
આ સાથે જ નજીકના પોલીસ મથકે બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તથા ફાયર બ્રિગેડના તરવૈયા પણ નર્મદા કેનાલ ખાતે પહોંચ્યા હતા અને છલાંગ લગાવનાર યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મરનાર યુવકનું આધાર કાર્ડ મળી આવ્યું હતુ.
જો કે, આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી મરનાર યુવકની શોધખોળ કરવામાં ફાયર બ્રિગેડના જવાનોને સફળતા પ્રાપ્ત થઇ શકી નથી. પરંતુ સ્થાનિક પોલીસને નર્મદા કેનાલ ખાતેથી મળી આવેલ પુરાવારૂપ આધારકાર્ડના આધારે યુવકના પરિવારજનોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ યુવકે છલાંગ ક્યા કારણોસર લગવાની તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ સ્થાનિક પોલીસે યુવકના પરિવારજનોને શોધવા માટે કમરકસી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY