બનાસકાંઠા,તા.૨૨
બનાસકાંઠાના લાખણીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત પાંચ લોકો સામે ગેંગરેપની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેની સાથે વારા ફરથી દુષ્કર્મ આચર્યું હતું. આ સિવાય બળાત્કાર બાદ યુવતી પાસેથી સોનાના દાગીના સહિત રૂપિયા ૮૫ હજારની મતાની લૂંટ ચલાવી હતી. અને ત્યારબાદ યુવતીને છોડી મુકી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ અંગે યુવતીએ બનાસકાંઠાના ભાજપ, કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના પગસલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
લાખણી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહેશ દવેએ ફરિયાદ આક્ષેપ ખોટા ઠરાવ્યા છે, અને જણાવ્યું છે કે, યુવતીએ ગેંગરેપની ફરિયાદ રાજકીય વેરભાવ ઇરાદે કરાઈ છે. ફરિયાદીએ અગાઉ હાઇકોર્ટમાં પોતાના પૂર્વ પતિ અને હાલના આરોપી સાથે મરજીથી રહેવાનું નિવેદન આપેલ છે. હાઇકોર્ટમાં યુવતીએ આપેલ નિવેદન અને હાલની ફરિયાદમાં યુવતીના ભિન્ન ભિન્ન નિવેદન દેખાઇ રહ્યા છે. આ ઘટનામાં અંદાજે ૮ માસ બાદ અપાયેલી ફરિયાદ બદઇરાદાવાળી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




