અભદ્ર શબ્દો બોલતા યુવકને મહિલાએ ભરબજારે ચંપલથી ધોઇ નાખ્યો

0
9

બનાસકાંઠા,તા.૨૭
બનાસકાંઠાના થરાદમાં એક મહિલાએ એક યુવકને ચંપલ વડે મેથીપાક આપતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં ગાડીમાં બેસવાને લઇને મહિલા સાથે એક વ્યક્તિને બબાલ થઇ હતી, જાત જાતામાં મહિલાનો ગુસ્સો સાતમા આસમાને જતો રહ્યો હતો. અને વિફરેલી મહિલાએ ભરબજાર વચ્ચે યુવકને ચંપલ વડા ફટકાર્યો હતો. હાલ યુવકને ચંપલ વડે મારતો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના થરાદમાં એક મહિલાને ગાડીમાં બેસવા મામલે યુવક વચ્ચે બબાલ થઇ હતી. ગાડીમાં બેસવા માટે શખ્સે મહિલાને અપશબ્દો બોલતાં મહિલાનો ગુસ્સો સાતમા આસમાને જતો રહ્યો હતો, અને ભરબજારમાં મહિલાએ ચંડીનો અવતાર ધારણ કરીને ચંપલ વડે યુવકને ફટાકાર્યો હતો.
આ દ્રશ્યો જોતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. જે બાદ ટીઆરબીના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હાલ યુવકને ફટકારતો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY