સાંતલપુર,તા.૨૭
ચારણકા સોલાર પાર્કમાં જમીન સંપાદન વિવાદ બહાર આવ્યો છે. છનાભાઈ ગણેશભાઈ બધીયા નામના ખેડૂત પરિવારની સાડા અગિયાર એકર જમીન પર કંપનીએ કબજા જમાવી કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ ખેડૂતને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવવવામાં આવ્યું નથી. જેને પગલે ખેડૂત પરિવાર છેલ્લા આઠ દિવસથી ભૂખ હડતાળ પર બેઠો છે. જો કે આઠ આઠ દિવસ બાદ પણ ખેડૂત પરિવારને ન્યાય ન મળતા અને કંપનીએ હાથ અધ્ધર કરતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. જેને પગલે ચારણકાના રાઘવદાન ગઢવી,અણદુભા જાડેજા, ખીમાભાઇ રબારી, જીવાભાઇ રબારી, વાલાભાઈ રબારી, કેશરાભાઈ રબારી સહિતના ગ્રામજનો ખેડૂત પરિવારના સમર્થનમાં આવ્યા અને ખેડૂત પરિવારને ન્યાય આપવા કંપનીને રજૂઆત કરી હતી. જ્યાં સુધી ખેડૂત પરિવારને તેમની જમીનનું વળતર ન મળે ત્યાં સુધી ગામલોકો દ્વારા કંપનીની કામગીરી બંધ કરાવાઈ હતી.
ચારણકાના ખેડૂત પરિવારની સાડા અગિયાર એકર જમીનમાં પર કંપની દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ચાર એકર જેટલી જમીન બાકી રાખી છે. કંપનીએ વળતર આપ્યા વિના કબ્જો જમાવી લેતા ખેડૂત પરિવારે આ બાબતની તંત્રને જાણ કરી છતાં કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. જેને પગલે પરિવારની સ્થિતિ કફોડી બની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




