દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ જિન્નાહનું સૌથી મોટું યોગદાન : શત્રુધ્ન સિંહા

0
6
સિન્હાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું- કુછ તો મજબૂરિયા રહી હોંગી, વરના યુ હી કોઈ બેવફા નહીં હોતા
છિંદવાડા,તા.૨૭
કોંગ્રેસની ટિકીટ પર બિહારની પટના સાહિબ બેઠક પરથી ચૂંટણી લડી રહેલાશત્રુધ્ન સિંહાએ મોહમ્મદ અલી જિણાની પ્રશંસા કરી છે. શત્રુધ્ન સિંહાએ મધ્ય પ્રદેશના છિંદવાડાના સૌસરમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું કે ભારતની આઝાદી અને વિકાસમાં મહોમ્મદ જિણાનું પણ યોગદાન છે.
આ દરમિયાન મંચ પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પણ ઉપસ્થિત હતા. છિંદવાડા બેઠક પરથી આ વખતે કમલનાથના પુત્ર નકુલનાથને કોંગ્રેસે ટિકીટ આપી છે. કોંગ્રેસના નેતા શત્રુધ્ન સિંહાએ કહ્યું કે કોંગ્રેસ પરિવાર મહાત્મા ગાંધીથી લઇને સરદાર વલ્લભભાઇ પટેલ સુધી, મોહમ્મદ અલી જિણાથી લઇને જવાહરલાલ નહેરૂ સુધી, ઇન્દિરા ગાંધીથી લઇને રાજીવ ગાંધી અને રાહુલ સુધીની પાર્ટી છે.
ભારતની આઝાદી તેમજ વિકાસમાં આ બધાનું યોગદાન છે. જેના કારણે હું કોંગ્રેસ પાર્ટીમાં જાડાયો છું, અને જોએક વખત આવી ગયો છું તો પહેલી અને કદાચ અંતિમ વખત કોંગ્રેસ પાર્ટીમાંથી પરત કહીં નહીં જાઉં.  કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિંહાએ ભાજપ છોડવાને લઇને એક વાર ફરી નિશાન સાધ્યું હતું. શત્રુધ્ન સિંહાએ પોતાના આગવા અંદાજમાં કહ્યું કે ‘કંઇક તો મજબૂરી રહી હશે, નહીં તો કોઇ આ મ જ બેવફા નથી હોતું’.
શત્રુધ્ન સિંહા એ જણાવ્યું કે વ્યકિતથી મોટી પાર્ટી હોય છે, પાર્ટીથી મોટો દેશ હોય છે, દેશથી મોટું કાંઇ હોતું નથી. દેશમાં બે શખ્સ પોતાની વિચારધારા થોપવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમા તેમને સફળતા મળવાની નથી. પીએમએ જ્યારે નોટબંધી બાદ જીએસટી લાગુ કર્યો તો બિલકુલ લિમડા પર કરેલું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY