દારૂનો વિરોધ કરનાર દલિત યુવકને બુટલેગરોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર

0
8

બનાસકાંઠા,તા.૩
એક તરફ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પ્રોહીબિશન દ્રાઇવ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડામાં દારૂ વેચવા મામલે ઠપકો આપવા જતાં બુટલેગરો એ એક દલિત યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો અને તે બાદ તેનો વીડિયો પણ વાયરલ કરતા શિહોરી પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે એક યુવકને ઝાડ સાથે બાંધી માર મારતો વિડિઓ વાઇરલ થયો હતો. જેમાં અરણીવાડા ગામે રહેતા અને મજુરી કરતા પરમાર રાકેશભાઈ બચુભાઈ તેમના આંગણવાડી કેન્દ્ર પાસે આવેલ દુકાન પાસે થઈ જઈ રહ્યો હતો. ત્યારે આંગણવાડીમાં કેટલાક શકશો દ્વારા દેશી દારૂનો વેપાર ચાલુ હતો.
તે સમયે રાકેશભાઈએ ભઇલુજી ઠાકોરને કહ્યુ કે, તમે અહિયાં દારૂ કેમ વેચો છો. જેથી બુટલેગર ભઈલુજીએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી ગડદાપાટુનો માર મારી તેને વડલા ના ઝાડ સાથે બાંધી ધોકા લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે ખિસ્સામાં રહેલા રૂપિયા ૧૫૦૦૦ રોકડા અને સેમસંગ કંપની નો મોબાઈલ પણ લૂંટી લીધો હતો.
એટલું જ નહીં પરંતુ સમગ્ર હકીકત એક મોબાઈલમાં વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી હતી. જે બાબતમાં શિહોરી પોલીસ સ્ટેશનમાં લેખિત રજુઆત રાકેશભાઈના પિતા બચુભાઈ રણછોડભાઇએ કરતા હડકમ્પ મચી જવા પામ્યો હતો.
મહત્વની વાત એ છે કે, પોલીસે કોઈ પગલાં લીધા ન હતા, પરંતુ જ્યારે વિડિઓ વાઇરલ થતા ભઈલુજી તેમજ બે અન્ય લોકો દ્વારા ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવતાંની જાણ થતા શિહોરી પોલીસે કાર્યવાહી કરી આરોપી ભૈલુજીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY