પોતાના ભવિષ્ય માટે ચિંતિત વિદ્યાર્થીઓ સ્મશાનમાં ભણવા મજબૂર બન્યા

0
6

બનાસકાંઠા,તા.૩
સુરતના ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બાદ ૨૨ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યો હતા ત્યાર બાદ સરકાર જાગી અને તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો. જે પ્રકારે ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ સરકારી નિયમોને અનુસરીને ફાયર સેફ્ટી સીસીટીવી સહિત તેમના ટ્યૂશન ક્લાસીસમાં ઉપલબ્ધ કરાવ્યું છે પરંતુ હજુ પણ તંત્ર ટ્યુશન ક્લાસ શરૂ કરવાની ના પાડી રહ્યુ છે. નિયમોની ખબર નથી અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાલિકાથી કલેક્ટર સુધીના ધરમ ધક્કા ખાઇ રહ્યા છે ત્યારે બાળકો હવે ખુલ્લામાં સ્મશાનમાં ભણવા મજબૂર બન્યા છે.
બનાસકાંઠામાં જિલ્લા કલેકટરે જાહેરનામું જાહેર કરી, અનઅધીક્રુત ટ્યુશન ક્લાસો પર તવાઈ લાવી છે. જિલ્લામાં ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધને લઈને વિદ્યાર્થીઓ કુદરતી ફાયર સેફ્ટી વચ્ચે અભ્યાસ કરવા મજબુર બન્યા છે. જે પ્રકારે ફાયર સેફ્ટી સીસીટીવીની વાત છે ત્યારે સંચાલકોએ પણ ટ્યુશન ક્લાસીસમાં ફાયરસેફ્ટી સહિતની સાધનો વસાવ્યા છે પરંતુ તંત્રની નિયમોની ખબર નથી. મંજૂરી મળતી નથી ત્યારે હવે આ ડિજિટલ ઈન્ડિયામાં પોતાનાં ભાવિ કેરિયર માટે ચિંતિત વિદ્યાર્થીઓ અને તેમને અભ્યાસ કરાવતા સંચાલકોએ અવનવા અખતરા રૂપી ગાંધીગીરી શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY