સ્પામાં પોલીસે રેડ પાડતા કુટણખાનું ઝડપાયું, ૬ યુવતીઓની ધરપકડ

0
7

વલસાડ,તા.૩
વલસાડમાં ચાલતા હાઈ પ્રોફાઈલ બોડી સ્પામાં પોલીસે રેડ કરતા કુટણખાનું ઝડપાયું. જેમાં ૬ રૂપ લલનાઓ અને ૪ આરોપીઓ ઝડપાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના શાઈલીલા મોલમાં કાશા ફૂટ એન્ડ બોડી સ્પા નામના સેન્ટરમાં સ્પાના નામે કુટણખાનું ચલાવવામાં આવે છે તેવી પોલીસને માહિતી મળતા પોલીસે અચાનક રેડ કરી, તો આ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ૬ રૂપલલનાઓ મળી આવી. પોલીસે તુરંત કાર્યવાહી કરી રૂપલલનાઓ અને અન્ય ચાર લોકોની અચકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પોલીસ સૂત્રો અનુસાર, કાર્યવાહીમાં ૬ લલનાઓ અને ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં વલસાડના બિલ્ડીંગ વ્યવસાયમાં સામેલ અરૂમ ચાવડા પણ ઝડપાયો છે. પોલીસ અનુસાર, ઝડપાયેલ લલનાઓ આસામ અને થાઈલેન્ડની રહેવાસી હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY