ડ્રોન કેમેરાથી ખનીજચોરી ઝડપાઇ, રૂ.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

0
11

બનાસકાંઠા,તા.૨
ગુજરાતમાં હવે ટેક્નોલોજીનો દરેક ક્ષેત્રે ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં હવે ચોરેને પકડવામાં ટેક્નોલોજી આશિર્વાદ સમાન બની છે. જેમાં ગુજરાતના રેતી માફિયાઓને પકડવા અધિકારીઓ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
જેમાં ડ્રોન કેમેરાની મદદથી ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં બનાસકાંઠાના ભડથમાં બનાસનદીમાંથી રેતી ખનન ઝડપ્યું છે. ૩ ડમ્પર અને ટ્રેક્ટર સાથે રૂ.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે અધિકારી સુભાષ જાશીએ રૂ.૬ લાખનો દંડ વસૂલ કર્યો છે. જેથી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ડ્રોન કેમેરાની મદદથી ખનીજચોરી ઝડપાઇ છે. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગએ સપાટો બોલાવ્યો છે. ભડથ ગામ પાસે બનાસનદીમાંથી ખનીજ ચોરી કરતા વાહનોમાં ત્રણ ડમ્પર અને એક ટ્રેક્ટર રેતી ભરેલા ઝડપી પાડ્યા છે.
જેમાં ટોટલ રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રૂપિયા ૬ લાખનો દંડ વસુલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી સુભાષ જાશીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓ બયના માર્યા ભૂગર્ભમાં જતા રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY