નવા વર્ષ પર પાક.ની નફ્ફટાઈઃ ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યુ

0
6

ભારતીય જાસૂસી ડ્રોન ફૂંકી માર્યાનો પાક.નો દાવો
શ્રીનગર,તા.૨
નવા વર્ષ ર૦૧૯ની પ્રથમ રાત્રીએ જ પાકિસ્તાને એલઓસી પર યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના ગુલપુર સેકટરમાં એલઓસી નજીક પાક. દળોએ ફાયરિંગ કરીને ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. આ ઉપરાંત આતંકીઓએ પણ મધરાતે સીઆરપીએફ કેમ્પ પર ફાયરિંગ કર્યું હતું.
ત્રાલના મદુરા ગામમાં આવેલ સીઆરપીએફ કેમ્પમાં જવાનોને નુકસાન પહોંચાડવા માટે આતંકીઓએ રાતના અંધારામાં કેમ્પ પર યુબીજીએલ ગ્રેડ ગોળા વરસાવ્યા હતા અને ફાયરિંગ પણ કર્યું હતું. જાકે સતર્ક જવાનોએ વળતો જવાબ આપતાં અંધારાનો ફાયદો ઉઠાવીને ફરાર થઇ ગયા હતા.
મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાની દળોએ એલઓસી નજીક કરેલા ફાયરિંગનો ભારતીય દળોએ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના આ ફાયરિંગના કારણે પુંચ સેકટરના ગામના લોકો પોતાના ઘરમાં કેદ થઇ ગયા હતા. સદનસીબે આ ફાયરિંગમાં ખુવારી થયાના કોઇ સમાચાર નથી. એ જ રીતે મંગળવારે બપોરે પણ પાકિસ્તાની દળોએ પુંચ જિલ્લાના કરમાળા વિસ્તારમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.
દરમિયાન પાકિસ્તાની સેનાએ મંગળવારે અંકુશરેખા પર ભારતના એક જાસૂસી ડ્રોનને ફૂંકી માર્યાનો દાવો કર્યો હતો. અહેવાલો અનુસાર પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફુરે બાગ સેકટરમાં એક ભારતીય જાસૂસી ડ્રોનને ઉડાવી માર્યાનો દાવો કર્યો હતો.
તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે કોઇ પણ જાસૂસી ડ્રોનને અંકુશ રેખા પર કરવા દેવામાં આવશે નહીં. તેમણે જાસૂસી ડ્રોનની તસવીર પણ શેર કરીને ટ્વિટ કર્યું છે કે પાકિસ્તાની સેનાના જવાનોએ અંકુશ રેખા પર આવેલા બાગ સેકટરમાં ભારતીય જાસૂસી ડ્રોન કવાડકોપ્ટર ફૂંકી માર્યું છે. કવાડકવોપ્ટરને પણ અંકુશ રેખા પાર કરવા દેવામાં આવશે નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY