બનાસકાંઠા,તા.૨
સામાન્ય રીતે ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધીત જતી હોય એમ રોજ કિયાકના કિયાક માર્ગ અકસ્માત બને છે. આવી જ એક ઘટના બનાસકાંટા જિલ્લાના ભાભર પાસે બની છે જેમાં એક વ્યકિતએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભાભર પાસે ફૂલ સ્પીડમાં આવતી કાર અચાનક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેના પગલે કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. સાથે સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ભાભર પાસે રોડ ઉપર એક સફેદ કાર ફૂલ સ્પીડમાં જતી હતી. ત્યારે કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ ગઇ હતી. કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર ચાલકનું ઘટના સ્થળ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત કારમાં બેઠેલા અન્ય વ્યકિતને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




