બેન્કો, ઇન્ફ્રા, આઇટી અને મેટલ સૌથી વધુ ૧.૬૯ ટકાથી ૧.૧૦ ટકા વચ્ચે ઘટ્યા

0
107

ટ્રેડ વોરની ચિંતાથી વેચવાલી : સેન્સેક્સ ટોપ સ્તરથી ૩૫૨ અંક ગબડ્યોચીને અમેરિકાના ૧૦૬ સામાન પર વધુ ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરતા ટ્રેડ વોર તીવ્ર બનવાના ભયે વૈશ્વિક બજારો ઘટતા બપોર બાદ ભારતીય માર્કેટમાં વેચવાલી આવી હતી અને બેન્ચમાર્ક ગબડ્યા છે. સેન્સેક્સ બપોરે ૩૫૧.૫૬ (-૧.૦૫%) પોઇન્ટ ગબડીને ૩૩,૦૧૯.૦૭ પર બંધ રહ્યો છે, જે દિવસની ટોચથી ૫૦૦ પોઇન્ટ નીચે અડ્યો છે. નિફ્ટી પણ ૧૧૬.૬ (-૧.૧૪%) પોઇન્ટ ઘટીને ૧૦,૧૨૮.૪૦ પર બંધ થયો છે. મોટી વેચવાલીથી બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા, આઇટી અને ફાર્મામાં ૧.૭૦ ટકાથી ૧.૧૦ ટકા વચ્ચે ઘટાડો આવ્યો છે.

મિશ્ર ગ્લોબલ સંકેતો અને આરબીઆઇની બે દિવસની મીટિંગ પૂર્વે બુધવારે માર્કેટ વધીને ખુલ્યા હતા પરંતુ બપોર બાદ વેચવાલીથી ઘટાડો જાવા મળી રહયો છે. સેન્સેક્સ સવારે વધીને ખુલ્યો હતો અને ૧૩૫ પોઇન્ટ વધીને ઉપર ૩૩,૫૦૫ સુધી ગયો હતો પરંતુ બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા સહિતના સેક્ટર્સમાં વેચવાલી આવતા ગબડીને નીચે ૩૨૯૭૨.૫૬ને અડ્યો હતો. આમ, સેન્સેક્સ ટોપ સ્તરથી આશરે ૫૦૦થી વધુ પોઇન્ટ ગબડ્યો હતો. નિફ્ટી ઉપર ૧૦,૨૮૦ સુધી ગયો હતો પરંતુ બપોર ઘટીને ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૦૧૨૮.૪૦ પર બંધ રહ્યો છે.

ઓટો અને રીયલ્ટી સિવાયના તમામ સેક્ટરમાં ઘટાડો જાવા મળે છે. તેમાં બેન્કો, ઇન્ફ્રા, આઇટી અને મેટલ સૌથી વધુ ૧.૬૯ ટકાથી ૧.૧૦ ટકા વચ્ચે ઘટ્યા છે. બેન્ક નિફ્ટી ૧.૫૫ ટકા ઘટીને ૨૪,૧૨૯.૫૦ પર બંધ રહ્યો છે. જયારે ઓટો ૦.૪૦ ટકા વધ્યો છે.

સેન્સેક્સમાં ૨૫ શેરો ઘટીને બંધ રહ્યા છે તેમાં એચડીએફસી બેન્ક, એચડીએફસી, એલએન્ડટી, ઇન્ફોસીસ, કોટક બેન્ક, ઇન્ડસ ઇન્ડ બેન્ક, એક્સસ બેન્ક, એસબીઆઇ અને ટાટા સ્ટીલ જેવા શેરો ૩.૨૯ ટકાથી ૧.૩૬ ટકા વચ્ચે ઘટ્યા છે. જ્યારે ટાટા મોટર્સ ૩.૬૦ ટકા ઊછળીને ટોપ ગેઇનર છે. ઉપરાંત અદાણીપોર્ટસ, હીરો મોટોકોર્પ અને એચયુએલ પણ વધ્યા છે.

પીએસયુ કંપની મિશ્ર ધાતુ નિગમ (મિધાની)નું શેરબજારમાં લિસ્ટંગ સાધારણ થયું છે. એનએસઇમાં આ મિધાનીનો શેર ૩.૩ ટકા ડિસ્કાઉન્ટમાં રૂ.૮૭ પર અને બીએસઇમાં પણ એ જ સ્તરે રૂ.૮૭ પર લિસ્ટ થયો હતો. બીએસઇમાં શેર વધીને ઉપર રૂ.૯૦.૯૦ સુધી ગયો છે. મિશ્ર ધાતુ નિગમની ઇશ્યુ પ્રાઇસ રૂ.૯૦ નકકી કરવામાં આવી હતી. ઇશ્યુ ૧.૨૧ ગણો ભરાયો હતો.

આઇસીઆઇસીઆઇ બેન્કની પેટાકંપની આઇસીઆઇસીઆઇ સિક્્યોરિટીઝનું માર્કેટમાં ખૂબ નબળું લિસ્ટંગ થયું હતું. બીએસઇમાં આઇસીઆઇસીઆઇ સિક્્યોરિટીઝનો શેર ૧૭ ટકાના તીવ્ર ડિસ્કાઉન્ટ સાથે રૂ.૪૩૧.૧૦ પર લિસ્ટ થયો હતો. એનએસઇમાં આ શેર ૧૬.૩૪ ટકા ડિસ્કાઉન્ટમાં રૂ.૪૩૫ પર લિસ્ટ થયો હતો. બીએસઇમાં શેર અત્યારે રૂ.૪૪૫.૭૫ પર બંધ છે. ઇશ્યુ પ્રાઇસ રૂ.૫૨૦ પ્રતિ શેર હતી. આઇપીઓ ૭૮ ટકા ભરાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY