અભિષેક અને એશની જોડી ફરીવાર સાથે નજરે પડી શકે

0
92

મુંબઇ,
ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જારદાર કેમિસ્ટ્રી જાવા મળી હતી. ચાહકો ભારે પ્રભાવિત પણ થયા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્નેની જોડીને ફરી એકવાર સાથે ચમકાવવાની તૈયારી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૦માં મણિરત્નમની ફિલ્મ રાવણમાં બન્નેની જોડી છેલ્લી વખત એક સાથે નજરે પડી હતી. ત્યારબાદ તેમની જાડી સાથે ક્યારય નજરે પડી નથી. મીડિયા અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો અભિષેક અને એશ બન્ને લાંબા ગાળા બાદ ફરી એક સાથે નજરે પડનાર છે. આ પ્રોજેક્ટનુ નામ ગુલાબ જામુન રાખવામા આવનાર છે. એમ કહેવામાં આવે છે કે આ ફિલ્મનુ નિર્માણ અનુરાગ કશ્યપની ફિલ્મ કંપની ફેન્ટમ દ્વારા કરવામાં આવનાર છે. જ્યારે નિર્દેશક તરીકે કોઇ નવા નામની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. જા બન્ને એક સાથે પ્રોજેક્ટ સાઇન કરે છે તો તેમના લાખો ચાહકો માટે મોટા સમાચાર તરીકે રહેશે. સાથે સાથે ચાહકોને ઉત્સુકતાપૂર્વક ઇન્તજાર પણ રહેનાર છે. અ અગાઉ અભિષેક અને એશની જોડી સાત ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. જેમાં ઢાઇ અક્ષર પ્રેમ કે, કુછ ન કહો, ઉમરાવ જાન, ધુમ-૨, ગુરૂ, સરકાર રાજ અને રાવણનો સમાવેશ થાય છે. અભિષેક બોલિવુડમાં ઘણા સમયથી છે પરંતુ તે કોઇ મોટી ફિલ્મમાં કામ કરી રહ્યો નથી.
અભિષેક બચ્ચન એકલા હાથે કોઇ ફિલ્મને હિટ કરવામાં પણ નિષ્ફળ રહ્યો છે. તેની ફિલ્મો હવે ઓછી આવી રહી છે. બીજી બાજુ એશ બોલિવુડમાં બીજી ઇનિગ્સમાં કેટલીક ફિલ્મો કરી ચુકી છે. જેમાં છેલ્લે કરણ જાહરની ફિલ્મ યે દિલ હે મુશ્કિલનો સમાવેશ થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY