સુરત,
તા.૧/૪/૨૦૧૮
માડી સાંજે કારખાનેદારો પોલીસ ફરિયાદ કરતા શંકાના આધારે તપાસ શરુ
વરાછા મોહનનગરના કારખાનામાં બે લૂંટારૂઓએ બંદૂક અને છરાના નિશાને રૂ.૧૦ લાખના રફ હીરાની લૂંટ કરી હતી. કારખાનામાં હાજર બે રત્નકલાકારોને ખુરશી સાથે બાંધી ચોરીને અંજામ આપવામાં આવી હતી. મોડી સાંજે કારખાનેદારે પોલીસ ફરિયાદ કરતાં શંકાના આધારે તપાસ શરૂ કરાઇ હતી. જેમાં આસપાસના સીસીટીવી ફુટેજ પણ મેળવી લેવાયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મોડી રાત્રીએ મળતી માહિતી અનુસાર, વરાછાના મોહનબાગ ખાતે આવેલ હસલારામ તથા ઘનશ્યામભાઈ નામના નાના હીરાના કારખાનામાં તેમના બે રત્નકલાકારો ગમનભાઈ રાજારામ જાત તથા બીજા એક ત્યાં કામ કરીને સુઈ ગયા હતા. બે અજાણ્યા ઈસમો તેમના કારખાને આવ્યા હતા અને તેઓએ બંદુક તથા છરો બતાવીને કારખાનાનો દરવાજા ખોલાવ્યો હતો.
બે લુંટારૂઓએ રત્નકલાકારોને ખુરશી સાથે બાંધીને કારખાનામાં મુકેલા રૂ.૧૦ લાખથી પણ વધુ કિંમતના કાચા હીરાની લૂંટ કરીને નાસી ગયા હતા. જા કે વહેલી સવારે પાંચ વાગે બનેલી આ લૂંટની ફરિયાદ છેક મોડી રાત્રે માલિક દ્વારા દાખલ કરવામાં આવી હતી. પોલીસે તો લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
કારખાના પાસે તથા આજુબાજુમાં લગાવવામાં આવેલ તમામ સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. જા કે વહેલી સવારે બનેલી ઘટનાની મોડી રાત્રીએ જાણ કરવામાં આવતા પોલીસને પણ ફરીયાદી પર શંકા ગઈ હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"