દોઢ કરોડ ના ખર્ચે ફક્ત રીનોવેશન થઈ રહેલા રાજપીપલા એસ.ટી.ડેપો માં લાલીયાાડી 

0
120

ડેપો માં અત્યંત મહત્વની ગણાતી સાઉન્ડ સિ્ટમ માં કંટ્રોલર દ્વારા થતી બસો ના ટાઈમની જાહેરાત અવાજ ફાટતા મુસાફો ને કોઈ ને જાણકારી મળતીજ નથી,

ડેપો ના ઈલેકટ્રીક રૂમ માં લટકતું જોખમરૂપ વાયરિંગ છતાં રૂમ લલ્લાભટ

રાજપીપલા: છેલ્લા એકાદ વર્ષ થી રાજપીપલા એસ.ટી.ડેપો ના રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે ત્યારે ગોકળગાયની ની ગતિએ ચાલતા આ કામમાં મોટો ભ્રસ્ટાચાર થયાની પણ બૂમો સંભળાઈ હતી જે હવે જાણે લોકોની નજર સમક્ષ જણાઈ રહી હોય એમ લાગે છે કેમકે થઈ રહેલા કામોમાં ઘણી ખામીયો દેખાઈ રહી છે જેમાં ખાસ ડેપો નું મુખ્ય પાશુ ગણાતા કંટ્રોલર અને એના દ્વારા થતું બસોના સમય નું એનાઉન્સમેન્ટ ખુબ મહત્વનું હોવા છતાં કંટ્રોલર ને બેસવાની કેબીન એકદમ સાંકળી છે સાથે અંદર થી કંટ્રૉલર દ્વારા થતી બસોની જાહેરાત માટેની સાઉન્ડ સિસ્ટમ પણ ઢંગધડા વગરની હોવાથી કંટ્રોલર શું બોલે છે એ અવાજ ફાટતા મુસાફરો ને કઈ સમજ પડતી ન હોવાથી એનાઉન્સમેન્ટ નો કોઈ મતલબ નથી

સાથે સાથે આખા ડેપોમાં જતા ઈલેકટ્રીક સપ્લાય માટેનો મુખ્ય રૂમ ખુલ્લો છે અને એની અંદર લટકતું વાયરિંગ પણ જોખમરૂપ જણાય છે ત્યારે ક્યારેક કોઈ દુર્ઘટના બને એ માટે જવાબદાર કોણ …?! શું દોઢ કરોડ જેવી માતબર રકમે થઈ રહેલા આ કામ ની એસ ટી વિભાગ દ્વારા નિરીક્ષણ થશે કે પછી બધાના ભાગે મીઠાઈ પોહચી હશે તો કામ આવા કામ પર ઓકે ની મોહર લાગશે …?!

રિપોર્ટર-  નર્મદા.ભરત શાહ .મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY