બેંગ્લુરુ,તા.૧૩
યુદ્ધમાં ઘાયલ થયેલા યમનના ૪૫ વર્ષીય નાગરિકના પ્રાઈવેટ પાર્ટની સફળતાપૂર્વક સજરી કરવામાં આવી છે. યમનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં આ વ્યક્તિનું ગુપ્તાંગ કપાઈને અલગ થઈ ગયું હતું.
બેંગલુરૂની અપોલો હોસ્પિટલના તબિબોએ ગુપ્તાંગ રિકંસ્ટ્રક્શન સર્જરી કરી તેને નવુ ગુપ્તાંગ આપ્યું છે. સર્જરી માટે ડોક્ટર્સે યમનના નાગરિકના ડાબા હાથની ચામડી અને માસનો ઉપયોગ કર્યો હતો.
યમનમાં ચાલી રહેલી હિંસામાં ઘાયલ થયેલા અનેક લોકો ભારતમાં સારવાર કરાવી રહ્યાં છે. આ વ્યક્તિ પણ તેમાનો એક છે. ગત વર્ષે થયેલા ભીષણ હિંસામાં તેનું ગુપ્તાંગ કપાઈ ગયું હતું. જેના કારણે તેને ખુબ જ શરમ અનુંભવવી પડતી હતી. વ્યવસાયે શિક્ષક એવો આ વ્યક્તિએ મુરખો પહેરીને મહિલાઓના ટોયલેટનો ઉપયોગ કરવો પડતો.
સીનિયર પ્લાસ્ટિક સર્જન ડા, નવીન રાવે સીનિયર યૂરોલોજિસ્ટ ડા, દીપક ગોલબંદી અને તેમની ટીમે આ ઓપરેશન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવતા હુમલામાં આ વ્યક્તિનું ગુપ્તાંગ અને એક ટેસ્ટિકલ કપાઈ ગયાં હતાં. આ અકસ્માત બાદ તે માનસીક રીતે ભાંગી પડ્યો હતો. સર્જરી પહેલા તેની કાઉંસલિંગ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન આઠ કલાક જેટલું લાંબુ ચાલ્યું હતું. તબિબોએ શરીરના અન્ય ભાગોમાંથી ચામડી, માંસ અને લોહીની ધમનીઓનો ઉપયોગ કરીને ફરીથી ગુપ્તાંગ લગાવવામાં આવ્યું હતું.
યમનનો આ નાગરિક કોંગ્રેસ અને કોઈ જ ભારતીય ભાષા નથી જાણતો. તેણે ડાક્ટરો સાથે વાતચીત કરવા દુભાષિયાનીએ મદદ લેવી પડે છે. ડાક્ટરોનું કહેવું છે કે, યમનના આ નાગરિકને એ વાતનો ડર સતાવતો હતો કે તેની પત્ની તેને છોડીને જતી રહેશે. પરંતુ હવે તેના વૈવાહિક જીવન પર કોઈ જ અસર નહીં થાય અને તે સામાન્ય જીવન જીવી શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



