સરનામું પૂછવાના બહાને વેપારી પાસેથી રૂ. ૧૨ લાખની લૂંટ કરાતા ચકચાર મચી

0
8

જુનાગઢ,તા.૫
જુનાગઢના શ્રીનાથનગર પાસે ગઈ કાલે રાતે વેપારી પાસેથી રૂ. ૧૨ લાખની રોકડ રકમના થેલાની લૂંટ કરી લૂંટારુઓ નાસી જતાં સનસનાટી મચી જવા પામી હતી. સરનામું પૂછવાના બહાને લૂંટારુઓએ વેપારીની પાસેથી લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
જૂનાગઢના શ્રીનાથનગરમાં રહેતા અને સિંગના વેપારી વિજયભાઇ કોટડીયા ગઈ કાલે રાતે દુકાન બંધ કરી રૂ.૧૨ લાખની રકમનો થેલો લઇ તેમના ઘર પાસે આવ્યા હતા. તેઓ એકિટવાની ડેકીમાંથી થેલો બહાર કાઢતા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખસોએ રેલવે સ્ટેશને જવા માટેનું સરનામું પૂછવાના બહાને રોકડ રકમ ભરેલો થેલો થેલો ઝૂંટવીને નાસી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની ટીમે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી. અજાણ્યા શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY