ફરી ભાજપની સરકાર બનશે એટલે તુરત જ અનુચ્છેદ ૩૭૦ હટાવી દેવાશે : ભાજપ પ્રમુખ

0
5

દાર્જિલિંગ,તા.૧૧
લોકસભા ચૂંટણીમાં પ્રચાર પડઘમ વાગી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ સહિતનાં તમામ પક્ષો એકબીજા પર આરોપ કરી રહ્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું છે કે, ફરી ભાજપ સત્તામાં આવશે તો કાશ્મીરને અનુચ્છેદ ૩૭૦માંથી મુકિત આપશે. ભાજપ બંધારણની કલમ ૩૭૦ હટાવશે તેમજ સમગ્ર દેશમાં દ્ગઇઝ્ર લાગુ કરીને દેશનાં દરેક હિંદુ શરણાર્થીને નાગરિકતા પ્રદાન કરશે.
પશ્ચિમ બંગાળની દાર્જિલીંગ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર રાજુ સિંહ બિષ્ટનાં પ્રચાર માટે યોજાયેલી સભામાં અમિત શાહે કલમ ૩૭૦ હટાવવાની વાત કરી હતી. બાલાકોટ એર સ્ટ્રાઇક મામલે સવાલ ઉઠાવનારા બંગાળનાં સીએમ મમતા બેનરજી પર આકરા પ્રહારો કરતા જણાંવ્યું કે તેઓ માત્ર અલ્પસંખ્યકોને ખુશ કરે છે. અમિત શાહે મમતા બેનરજીને પડકાર ફેંકિયો છે કે કાશ્મીરમાં અલગ વડાપ્રધાન લઇને તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે.
શાહે જણાંવ્યું છે કે, મમતા બેનરજી અને વિપક્ષી નેતા એર સ્ટ્રાઇકથી નાખુશ છે. તેઓ માત્ર લઘુમતીઓને ખુશ કરવા માટે જ બધુ કરે છે. જા કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આવી તાકાતોને અમે જીતવા નહિં દઇએ.
અમિત શાહે આગ ઝરતું નિવેદન આપતાં જણાંવ્યું કે,કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર બન્યા પછી તુરત જ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દેવામાં આવશે. બંધારણનાં અનુચ્છેદ ૩૭૦ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે. અમિત શાહે મમતા દીદી પર આરોપ લગાવ્યો છે કે,તેઓ એનઆરસી મુદ્દે લોકોને ભ્રમિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરશે. તેમજ દેશનાં દરેક હિંદુ શરણાર્થીને નાગરીકત્વ આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY