બેંગલુરુ,તા.૧૨
દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઓસ્ટ્રેલિયાના ઈજાગ્રસ્ત બોલર નેથન કુલ્ટર નાઇલને રિપ્લેસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જાડાયો છે. તે ૧૯મી એપ્રિલથી બેંગ્લોર માટે ઉપલબ્ધ હશે, તે દિવસે બેંગ્લોર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પોતાની ૯મી મેચ રમવાનું છે. કુલ્ટર નાઇલ બેક ઇન્જરીના લીધે બેંગ્લોરની ટીમ સાથે જોડાઈ શકે તેમ નથી. સ્ટેન બે સિઝન પછી આઇપીએલમાં રમશે. તે છેલ્લે ૨૦૧૬માં ગુજરાત લાયન્સ માટે રમ્યો હતો. ત્યારે પણ તે એક જ મેચ રમીને ઇજાના લીધે ટુર્નામેન્ટની બહાર થઇ ગયો હતો.
સ્ટેન ૨૦૦૮થી ૨૦૧૦ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ૨૮ મેચ રમ્યો હતો, જેમાં તેણે ૨૭ વિકેટ ઝડપી હતી. સ્ટેને ૨૦૧૭ના આૅક્શનમાં ઇજાના લીધે ભાગ લીધો ન હતો, જયારે ૨૦૧૮ અને ૨૦૧૯ના આૅક્શનમાં તેને કોઈએ ખરીદ્યો નહતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





