વેરાવળ,તા.૧૨
અરબી સમુદ્રમાં માછીમારી માટે જતી ભારતીય ફિશિંગ બોટોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા સમુદ્રીજળ સીમા પરથી પકડી પાડવામાં આવે છે અને આ ફિશિંગ બોટોના ખલાસીઓ (માછીમારો)ને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે બાદ એક દોઢ વર્ષ બાદ તેમને મુક્ત કરવામાં આવે છે.
હાલમાં જ પાકિસ્તાન સરકાર દ્વારા ૬૦૦થી વધુ બંધક ભારતીય માછીમારો પૈકી ૩૫૫ને મુક્ત કરવાનો નિર્ણય લીધેલ અને તે પૈકીના ૧૦૦ માછીમારોનો ફિશરીશ વિભાગ દ્વારા વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન સરકાર પાસેથી કબ્જા મેળવી વેરાવળ ફિશકચેરી ખાતે લાવવામાં આવેલ જ્યાં જરૂરી કાર્યવાહી બાદ તેમના સ્વાજનોને સોંપી દેવામાં આવેલ છે.
વેરાવળ ફિશરીશ કચેરી ખાતે માછીમારો આવી પહોંચતા કાગડોળે રાહ જાતા તેમના સ્વાજનોમાં હરખની હેલી સાથે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. મુકત થયેલ માછીમારોએ માદરે વતન પરત આવ્યાની ખુશી વ્યક્ત કરતાં જણાવેલ કે જ્યારે પાકિસ્તાનના કેદીની ભારત જેલમાં મોતની ઘટનાના સમાચાર આવતા પાકિસ્તાન જેલમાં તણાવ ભરી સ્થિતિ સર્જાઇ હતી અને ભારતીય માછીમારોને પાકિસ્તાનના કેદીઓથી અલગ રાખવામાં આવ્યા હતા.
તો ઉત્તર પ્રદેશના ૧૩ માછીમારો પણ મુકત થયેલ જેઓએ મીડિયા સમક્ષ જણાવેલ કે જેમ ગુજરાત સરકાર અહીંના માછીમારોને પાકિસ્તાન જેલમાં હોય તે દરમિયાન માસિક ૪૫૦૦ ચૂકવે છે તેવી રીતે યુ.પી સરકારે પણ આવી મદદ કરવી જાઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




