કોંગ્રેસના બે મંત્રીઓને મંત્રીમંડળમાંથી બહાર કરાયા
કોંગ્રેસના વિદ્રોહીઓનું સ્વાગત કરશે ભાજપઃ સદાનંગ ગૌડા
બેંગ્લુરુ,તા.૨૪
કર્ણાટકના એચડી કુમારસ્વામી સરકારના કેબિનેટ વિસ્તરણ હેઠળ શનિવારે મંત્રીમંડળમાં નવ આઠ નવા મંત્રીઓ સામેલ થયા હતા અને બે મંત્રીઓ કોંગ્રેસના રમેશ જારકિહોલી (નગરપાલિકા) અને નિર્દલીય ધારાસભ્ય આર. શંકર (વન અને પર્યાવરણ)ને મંત્રીમંડળ બહાર કરાયા છે. ત્યારબાદ મંત્રીમંડળથી બહાર થયા બાદ હવે જારકિહોલીએ પાર્ટી છોડવાની ધમકી આપી છે. આ સાથે ભૂતપૂર્વ મંત્રી રામલિંગા રેડ્ડી સહિત અનેક કેંગ્રેસી ધારાસભ્યો કેબિનેટમાં સ્થાન ન મળવા પર નાખુશ છે. રામલિંગા રેડ્ડીના સમર્થકોએ સોમવારે તેને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને કર્ણાટક ભાજપના દિગ્ગજ નેતા સદાનંદ ગૌડાએ કહ્યું છે કે તેમની પાર્ટી કોંગ્રેસના વિદ્રોહીઓનું સ્વાગત કરશે. એવામાં ભાજપની આ રાજકીય પહેલથી કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે.
કેબિનેટથી બહાર થયા બાદ એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીતમાં જારકિહોલીએ જણાવ્યું કે તે કોઈપણ સમયે ધારાસભ્ય પદથી રાજીનામું આપી શકે છે. આ પૂછવા પર કે શું અન્ય કોંગ્રેસી ધારાસભ્યો પણ તેમની સાથે છે, તો રમેશે જણાવ્યું કે હું અત્યાર સંખ્યા ન આપી શકું. એક અઠવાડિયા સુધી રાહ જુઓ. તેમણે મીડિયાકર્મીને કહ્યું કે હું છેલ્લા ત્રણ મહિનાથી આ અંગે (રાજીનામાં) વિચાર કરી રહ્યો છું. મારું આગળનું પગલું ક્ષેત્ર અને રાજ્યની જનતાના હિતમાં હશે.
સૂત્રો અનુસાર શ્રીમંત પાટિલ સહિત કોંગ્રેસના અન્ય એક ધારાસભ્ય અને એમએલએસી પાર્ટીથી રાજીનામું આપી શકે છે. આ પહેલા બેંગલુરુમાં ભૂતપૂર્વ મંત્રી રામલિંગા રેડ્ડી ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જી પરમેશ્વર પર પર તેમને કેબિનેટથી દૂર રાખવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



