વડાપ્રધાન મોદી આજે દેશના સૌથી લાંબા પુલનું ઉદ્ધાટન કરશે

0
5

આસામ-અરુણાચલ વચ્ચેનાં અંતરમાં ૧૦ કલાકનો ઘટાડો થશે
ન્યુ દિલ્હી,તા.૨૪
વડાપ્રધાન ૨૫ ડિસેમ્બરે આસામનાં દિબ્રુગઢમાં બ્રહ્મપુત્ર નદીનાં ઉત્તર અને દક્ષિણતટને જાડનારા દેશનાં સૌથી લાંબા પુલનું ઉદ્ધાટન કરશે. આ પુલની લંબાઈ ૪.૯૪ કિમી છે. સૂત્રો પ્રમાણે ૨૫ ડિસેમ્બરે સરકાર જનતાને ગુડ ગવર્નેંસ દિવસની ઉજવણીનાં રૂપે આ પુલની ભેટ આપી રહી છે.
૧૯૯૭માં વડાપ્રધાન રહી ચૂકેલા એચડી દેવગૌડાએ પુલનો પાયો નાંખ્યો હતો. સાથે જ ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયી સરકારે આ પુલનું નિર્માણકાર્ય શરૂ કર્યુ હતું. આ પુલ ૫૯૨૦ કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયો હતો. ૧૬ વર્ષ પહેલા વાજપેયીની સરકારમાં આ પુલનું નિર્માણકાર્ય શરૂ થયુ હતુ. આ પુલ પરથી પહેલી માલગાડી ૩ ડિસેમ્બરે પસાર થઈ હતી. બોગીબલી પુલને અરુણાચલથી ચીનની સરહદ સુધી વિકાસ પરિયોજના હેઠળ બનાવાયો હતો.
બોગીબીલ પુલને એન્જિનીયરીંગનો અદભૂત નમૂનો માનવામાં આવે છે. આ પુલ દિબ્રુગઢથી અરુણાચલપ્રદેશનાં ધેમાજી જિલ્લાને જાડશે. જેમાં આસામથી અરુણાચલ પ્રદેશ જવા માટે લાગતા સમયમાં ૧૦ કલાકનો ઘટાડો થશે. બ્રહ્મપુત્ર નદી પર પુલ બનાવવો એક મોટો પડકાર હતો. આ વિસ્તારમાં વરસાદ વધુ થાય છે. આ ઉપરાંત ભૂકંપગ્રસ્ત વિસ્તાર હોવાથી ભય રહે છે.
રેલવે દ્વારા બનાવવામાં આવેલા ડબલ-ડેકર પુલ પરથી ટ્રેન અને ગાડીઓ પણ પસાર થઈ શકશે. ઉપલા સ્તરે ત્રણ લાઈનનો રસ્તો બનાવવામાં આવ્યો છે. નીચલા સ્તરમાં ટ્રેક બનાવાયા છે. આ પુલની મજબૂતાઈ એટલી છે કે તેણી ઉપરથી મિલેટ્રીનાં ટેંક પણ પસાર થઈ શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY