બેંગલુરુ,તા.૧૦
પ્રખ્યાત કન્નડ સાહિત્યકાર, નાટ્યકાર, અભિનેતા ગિરીશ કર્નાડનું ૮૧ વર્ષની ઉંમરે સોમવારે બેંગલુરુમાં નિધન થયુ. તેમના નિધનનું કારણ મલ્ટીપલ આૅર્ગેનનું ફેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી.
ગિરીશ કર્નાડને ૧૯૭૮માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને ૧૯૯૮માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ગિરીશ કર્નાડ એવા અભિનેતા છે જેમણે કોમર્શિયલ સિનેમાની સાથે સમાંતર સિનેમા માટે ખૂબ કામ કર્યુ.
ગિરીશ કર્નાડ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ૧૯૬૦ના દાયકામાં નાટકોના લેખનથી કર્નાડને લોકો ઓળખવા લાગ્યા. કન્નડ નાટક લેખનમાં ગિરીશ કર્નાડની તે ભૂમિકા છે જે બંગાળીમાં બાદલ સરકાર, મરાઠીમાં વિજય તેંડુલકર અને હિન્દીમાં મોહન રાકેશ જેવા દિગ્ગજ નાટ્યકારોની હતી. લગભગ ચાર દાયકાથી વધારે સમય સુધી કર્નાડે નાટકો માટે ખૂબ કામ કર્યુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





