આળસુ પતિએ ઘરેલુ ઝગડામાં પત્નીને મોતને ઘાટ ઉતારી

0
8

ધોરાજી,તા.૧૦
પ્રાપ્ત માહિતી અનુસાર, વસંત અને કંચન ચૌહાણ ધોરાજીના કુંભારવાડા નાગનાથ વિસ્તારમાં રહે છે. ૧૯ વર્ષ પહેલા બંનેના લગ્ન થયેલ અને બે સંતાનો છે, વસંતએ કામ-કાજ કરવાનો આળસું હોય ઘરમાં અવારનાર પૈસા માટે અને ઘર ચલાવવાને લઈ તેનો અને તેની પત્નીનો ઝગડો થયા કરતો હતો. આમ છતાં વસંત કોઈ કામ કરતો ન હતો અને ગમે ત્યારે તે દારૂ પીને પડ્યો રહેતો હતો. લાંબા સમયથી ચાલતા આ ઝગડાને લઈ થોડા સમય પહેલ પત્ની કંચન દ્વારા પોતાન પતિ વિરૂદ્ધ એક અરજી પોલીસમાં કરવામાં આવી હતી અને જેમાં તેનો પતિ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાનું જાહેર કર્યું હતું.
ત્યારે પરિસ્થિતિને લઈ વસંતને તેની પત્ની કંચન વચ્ચે સમાધાન થઇ ગયું હતું. પરંતુ ફરી છ માસ પછી બંને વચ્ચે જઘડા થયા હતા જેમાં કંચન જયારે જમવાનું બનાવી રહી હતી ત્યારે પતિ વસંતે ગેસની પાઇપ બંધ કરી દીધી હતી અને કંચન ફરી કેરોસીન ના સ્ટવમાં રસોઈ બનાવવાનું શરૂ કર્યું ત્યારે પતિ વસંત વધારે ગુસ્સે ભરાયો હતો અને ચાલુ અને સળગતો સ્ટવ તેની ઉપર ફેંકિયો હતો અને કહ્યુ હતું કે જો સળગી મર. કંચનની માથે કેરોસીનનો સ્ટવ પડતા પ્રથમ તો પુરા શરીર પર કેરોસીન છંટાય ગયું અને તેને લઇને પુરા શરીર ઉપર આગ લાગી ચુકી હતી. આખા શરીર ઉપર આગ લગતા કંચનનું ૬૫ % જેટલું શરીર બળી ગયેલ હતું અને કંચન હોસ્પિટલમાં મોતને ભેટી છે જયારે વસંત ધોરાજી પોલીસની હવાલાતમાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY