સુરત, તા. ૨૨
અમરોલી મેઈન રોડ શંખેશ્વર કોમ્પ્લેક્ષ અર્પણ એપાર્ટમેન્ટની સામેના જાહેર રોડ પર એક નોકરીયાત યુવકના મોબાઈલ ફોન પર લલચામણી લોભામણી વાતો કરી એસબીઆઈ કાર્ડની વિગતો મેળવી રૂ.૨૮ હજરનો વિશ્વાસઘાત કરી અજાણ્યો ફોન ધારક ફરાર થઈ ગયો હોવાનો બનાવ ફરાર થઈ ગયો હતો. અમરોલી પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના બસડેપો પાછળ રહેતાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ૨૨ વર્ષીય રષેશ ભૂપેન્દ્રભાઈ લીંબાચીયાના મોબાઈલ ફોન પર એક અજાણ્યા ઈસમે ફોન કરી એસબીઆઈ ક્રેડીટ કાર્ડ પર ડીસ્કાઉન્ટ વાઉચર મળે છે. જેનો લાભ લેવા તમારા એસબીઆઈ કાર્ડની વિગત આપવી પડશે તેવું જણાવતા યુવકે વિગત આપવાની ના પાડી હતી. ત્યારબાદ અજાણ્યા ઈસમે યુવકના ઘરનું એડ્રેસ, પિતાનો મોબાઈલ નંબર તથા નોકરીની વિગત મેળવી તેમના બેîક એકાઉન્ટમાંથી ૨૮ હજારની છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હતો. અમરોલી પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



