વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે ઓબીસી કાર્ડ ખેલ્યું
જયપુર,તા.૩૦
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ વર્ષના આખરમાં આવવાની છે. તેના પહેલા ઘણી ચર્ચા વિચારણા બાદ મદનલાલ સૈનીને રાજસ્થાન ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવીને પાર્ટી દ્વારા ઓબીસી કાર્ડ ખેલવામાં આવ્યું છે. મદનલાલ સૈનીની રાજસ્થાન ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ કરીને રાજ્યમાં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ગહેલોતનો તોડ કાઢવાની કોશિશ કરી છે. મદનલાલ સૈની રાજ્યસભામાં ભાજપના સાંસદ છે.
સૈનીને પ્રદેશ પ્રમુખ બનાવીને રાજસ્થાનમાં ભાજપે ઓબીસી સમુદાયની નારાજગીને દૂર કરવાની કોશિશ કરી છે. આમ કરીને તેમણે કોંગ્રેસના પરંપરાગત ઓબીસી વોટમાં ભાગ પડાવવાની કોશિશ કરી છે. કોંગ્રેસના સંગઠન મહામંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ગહેલોત માળી સમુદાયમાંથી આવે છે અને મદનલાલ સૈની પણ તેમાથી આવે છે. ગહેલોતને કારણે માલી સમુદાય કોંગ્રેસને વોટ આપતો રહ્યો છે. મદનલાલ સૈનીની નિયુક્તિને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની સાથે જ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગ તરીકે જોવામાં આવે છે.
મહત્વપૂર્ણ છે કે રાજસ્થાનની પેટાચૂંટણીમાં ભાજપની હાલ બાદ મુખ્યપ્રધાન વસુંધરા રાજેના નિકટવર્તી ગણાતા અશોક પરણામીએ ભાજપના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું તું. બાદમાં અઢી માસની રસ્સાકસી બાદ મદનલાલ સૈનીની રાજસ્થાન ભાજપના પ્રદેશ પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજપૂત સમુદાયમાંથી આવતા કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતને અને મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા જાટ સમુદાયમાંથી આવતા શ્રીચંદ કૃપલાનીને પ્રદેશ પ્રમુખ બનાવવા માગતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






