હું કોઈ નેતા નથી કે રાજકારણ સંબંધિત પ્રશ્નોનાં જવાબ આપુંઃ રજનીકાંત

0
70

ઋષિકેશ,
તા.૧૪/૦૩/૨૦૧૮

દહેરાદૂનનાં ઋષિકેશમાં પહોંચેલા તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે,”તેઓ અત્યારે રાજકારણ સંબંધિત કોઈ પણ પ્રશ્નોનાં જવાબ આપવા માંગતા નથી. તેનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે તેઓ સંપૂર્ણપણે હજુ રાજકારણમાં આવ્યાં નથી અને તેમની પાર્ટી પણ તેઓએ જાહેર કરી નથી.”

એટલે રાજકારણ સંબંધિત કોઈ પ્રશ્નોનો જવાબ તેઓ નહીં આપી શકે. રજનીકાંત છેલ્લાં થોડાંક દિવસોથી આધ્યાત્મક પ્રવાસમાં છે અને મંગળવારે ગંગાનાં શરણમાં ઋષિકેશ પહોંચ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રજનીકાંતે રાજકારણમાં આવવાની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે તમિલનાડુની આગામી વિધાનસભાની ચૂંટણીમાં બધી બેઠકો પર તેઓ ચૂંટણી લડશે અને બીજી બાજુ મેગાસ્ટાર ‘કમલ હાસને’ પણ પોતાની પાર્ટી બનાવી રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY