ન્યુ દિલ્હી,તા.૨૧
પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સામાન્ય જનતાને મોંઘવારીનો માર પડ્યા બાદ હવે બેન્ક લોનનો ફટકો પડે તેવી શક્યતા છે. એમપીસીની બેઠકમાં વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. જા કે કેન્દ્ર સરકારનો દાવો છે કે ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થવાથી અર્થવ્યવસ્થા પર કોઇ નકારાત્મક અસર નહી થાય. પરંતુ આરબીઆઇની તૈયારીઓ કંઇક જુદા જ સંકેત આપે છે.
નિષ્ણાતોનું કહેવુ છે કે ૪થી ૬ જૂન વચ્ચે આયોજિત આરબીઆઇની બેઠકમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલી તેજી જ મુખ્ય મુદ્દો હશે. સાથે જ મોંઘવારીને લઇને પણ ચર્ચા થઇ શકે છે. આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ મંત્રાલયના અધિકારીઓ સાથે આ અંગે જ ચર્ચા કરે તેવી સંભાવના છે. એપ્રિલ મહિના બાદ રિટેલ મોંઘવારી વધીને ૪.૫૮ ટકા પર પહોચી ગઇ હતી. હાલ તેમાં પણ વધારો થાય તેવી શક્યતા છે. તેવામાં આશંકા છે કે આરબીઆઇ મજબૂરીમાં ૦.૨૫ ટકા જેટલા વ્યાજદર વધારે.
નાણાંકીય ફર્મ પણ પહેલા જ સંકેત આપી ચુકી છે કે મોંઘવારી વધવાનું જાખમ છે. તેવામાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને રૂપિયાની નબળાઇ તેને વધુ મજબૂત બનાવી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મે મહિનામાં રિટેલ મોંઘવારી ૫ ટકાનો આંકડો પાર કરી શકે છે. તેવામાં આરબીઆઇ મોંઘવારીને ચાર ટકા પર સ્થિર રાખવા માંગે છે કારણ કે આ વર્ષે તેનો માંઘવારીના દરનો ટાર્ગેટ પણ ચાર ટકા રાખવામાં આવ્યો હતો. તેવામાં સ્પષ્ટપણે વ્યાજદર વધશે તેવા સંકેત મળી રહ્યા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







